Morbiતા.૧૮
ટંકારા તાલુકાના બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટરમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૪૬૫ બોટલનો જથ્થો જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બંગાવડીમાં રહેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના ક્વાર્ટરમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટરમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૪૬૫ કીમત રૂ ૨,૬૦,૮૬૫ નો જથ્થો જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી રાજેન્દ્રસિંહ મયુરધ્વજસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જાડેજા રહે બંગાવડી વાળા હાજર મળી આવ્યો ના હોય જેથી આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે