Morbiતા.૧૮
મોરબી તાલુકા પોલીસ ટીમે ટીંબડી ગામની સીમમાં બે સ્થળે રેડ કરી હતી જ્યાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને બે આરોપીને ઝડપી લઈને મુદામાલ પોલીસે કબજે લીધો છેપ્રથમ રેડમાં મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામની સીમમાં ડેલ્ટા સ્ટોન ખાણ નજીક રેડ કરી હતી જ્યાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને ગરમ આથો ૭૫૦ લીટર, ઠંડો આથો ૧૮૦ લીટર, દેશી દારૂ ૩૦ લીટર અને ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૧૨,૯૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિનોદ પરષોતમ બારૈયા (ઉ.વ.૩૩) રહે જૂની ટીંબડી ઢોરા વિસ્તાર વાળાને ઝડપી લીધો છે
જયારે બીજી રેડમાં તાલુકા પોલીસે ટીંબડી ગામની સીમમાં રેડ કરી હતી જ્યાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને ગરમ આથો ૩૦ લીટર, ઠંડો આથો ૬૦ લીટર, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૮૩૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી નીતિન છગન સોમાણીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે