સાયબર ક્રાઈમ અને એલસીબી ટીમને તપાસ સોપવામાં આવી
Morbiતા.૧૮
મોરબીના ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાના નામે સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ થયેલા જોવા મળે છે જેમાં ૨૦ લોકોની જરૂર છે અને ઘરેથી કામ કરો તેવા મેસેજ વાયરલ થતા પોલીસ તપાસના આદેશ આપવામાં આવ્યા છેસોશ્યલ મીડિયામાં એક મેસેજ હાલ વાયરલ થયા છે જેમાં મોરબીના ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાના ફોટો સાથે દરેક જીલ્લામાંથી ૨૦ લોકોની જરૂર છે ઘરેથી કામ કરો ફક્ત જીલ્લાનું નામ વોટ્સએપ કરો એવો મેસેજ જોવા મળી રહ્યો છે જે મેસેજ સાથે મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા છે જેમાં વોટ્સએપ કરવા માટે કહેવામાં આવ્યું છે જે મામલે ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાનો સંપર્ક કરતા તેઓએ આ બાબતે કોઈ જાણ ના હોવાનું જણાવ્યું હતું તો સાંજે તેમને વિડીયો સંદેશ જાહેર કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે આ મામલે એસપીને સુચના આપી છે અને સાયબર ક્રાઈમ તેમજ એલસીબી ટીમને તપાસ સોપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ધારાસભ્યના નામે કોઈ ગઠીયો મેસેજ વહેતા કરી લોકોને શીશામાં ઉતારી રહ્યો છે કે પછી કોઈ રાજકીય દુશ્મની માટે આવા કાર્ય કરી રહ્યું છે તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે