એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.196નો ઉછાળોઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારો
સોનાનો વાયદો રૂ.451 અને ચાંદીનો વાયદો રૂ.676 વધ્યોઃ ગોલ્ડ–ગિનીનો વાયદો રૂ.596 ઘટ્યોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,280 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 50,057 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.2.89 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.58,340.41 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,280.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 50057.31 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.69,117ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,460 અને નીચામાં રૂ.69,035ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.451 વધી રૂ.69,061ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.596 ઘટી રૂ.55,567 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.6,804ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.404 વધી રૂ.69,021ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.82,890ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.83,501 અને નીચામાં રૂ.82,890ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.676 વધી રૂ.83,335ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.683 વધી રૂ.83,380 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.674 વધી રૂ.83,369 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ જુલાઈ વાયદો રૂ.786.80ના ભાવે ખૂલી, રૂ.11.20 વધી રૂ.795.50 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.50 વધી રૂ.210.95 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.208ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.4.55 વધી રૂ.253ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.1.75 વધી રૂ.212.55 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.75 વધી રૂ.186.80 જસત-મિની જુલાઈ વાયદો રૂ.0.15 ઘટી રૂ.257 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,341ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,488 અને નીચામાં રૂ.6,338ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.196 વધી રૂ.6,488 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.188 વધી રૂ.6,484 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.178ના ભાવે ખૂલી, રૂ.0.90 વધી રૂ.179.70 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 0.9 વધી 179.8 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.40 વધી રૂ.955 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,605.17 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,381.47 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,014.83 કરોડનાં 28,684 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.898.35 કરોડનાં 54,824 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.115.73 કરોડનાં 2,007 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.36.78 કરોડનાં 564 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.902.39 કરોડનાં 4,500 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.294.04 કરોડનાં 4,509 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલ વાયદામાં રૂ.12.96 કરોડનાં 370 લોટનાં કામકાજ થયાં હતાં.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.2.89 કરોડનાં 33 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 121 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17,500 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 17,565 અને નીચામાં 17,500 બોલાઈ, 65 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 86 પોઈન્ટ વધી 17,535 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 50057.31 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.113.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.210.80 અને નીચામાં રૂ.113.90ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.102.20 વધી રૂ.210 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.45 ખૂલી, ઉપરમાં રૂ.5.25 અને નીચામાં રૂ.4.35 રહી, અંતે રૂ.0.35 વધી રૂ.4.95 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.979.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,110 અને નીચામાં રૂ.934.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.185 વધી રૂ.1,086 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.549 ખૂલી, ઊપરમાં રૂ.665 અને નીચામાં રૂ.539.50 રહી, અંતે રૂ.132.50 વધી રૂ.647.50 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.85,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,530ના ભાવે ખૂલી, રૂ.240 વધી રૂ.1,640 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.83,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,244.50ના ભાવે ખૂલી, રૂ.319.50 વધી રૂ.2,390 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,450 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.92.05 વધી રૂ.187.15 નેચરલ ગેસ-મિની ઓગસ્ટ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.12 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,300 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.150ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.150 અને નીચામાં રૂ.83.90ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.67.70 ઘટી રૂ.84.90 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.20 ખૂલી, ઉપરમાં રૂ.13.45 અને નીચામાં રૂ.11.65 રહી, અંતે રૂ.0.50 ઘટી રૂ.12.05 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,610ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,610 અને નીચામાં રૂ.1,499ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.171 ઘટી રૂ.1,565 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.69,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.830.50 ખૂલી, ઊપરમાં રૂ.908.50 અને નીચામાં રૂ.740 રહી, અંતે રૂ.159 ઘટી રૂ.820 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.82,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,622.50ના ભાવે ખૂલી, રૂ.353.50 ઘટી રૂ.1,668.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.83,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,150ના ભાવે ખૂલી, રૂ.426 ઘટી રૂ.1,988.50 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલ દીઠ રૂ.83.60 ઘટી રૂ.127.70 થયો હતો.