America,તા.19
અમેરિકાના ફલોરિડામાં એક વિચિત્ર પાર્લર ખુલ્યુ છે જે પ્રોફેશ્નલી પીઠ ખંજવાળી આપવાની સર્વિસ પ્રોવાઇડ કરે છે. પંચાવન વર્ષની ટોની જયોર્જ નામની મહિલાએ ધ સ્કવેર ગર્લ નામનો સૌપ્રથમ બેક-સ્ક્રેચીંગ સ્ટુડીયો શરૂ કર્યો છે.
એમાં તે 3 ઇંચ લાંબા મેનિકયોર કરેલા નખથી લોકોની પીઠ પસવારી આપે છે અને એક કલાક આ કરવાનો ચાર્જ છે. 130 ડોલર એટલે કે લગભગ 11000 રૂપિયા. ટોનીનું કહેવું છે કે મને બચપણથી જ લોકોની પીઠ ખંજવાળવી બહુ ગમતી નથી.
રાધર મારા બાળકોની પીઠ ખંજવાળી-ખંજવાળીને તો મને આની આદત પડી ગઇ. એક રાતે મને વિચાર આવ્યો કે મને ખુબ ગમતા આ કામને પ્રોફેશ્નલ સર્વિસ તરીકે પેશ કરૂ તો કેવું ? બસ એ પછી તો મેં આ બાબતે ઘણુ રિસર્ચ કર્યુ અને આ સ્ટુડિયો શરૂ કરી દીધો.