America, તા.19
અમેરિકા જવા ઈચ્છુક લોકો માટે ખુશ ખબર છે જો બાઈડન સરકાર હવે કેટલાંક દિવસ માટે છે ત્યારે કાર્યકાળનાં અંતિમ દિવસોમાં અમેરીકી રાષ્ટ્રપતિએ મોટુ એલાન કર્યું છે. બાઈડન સરકારે મંગળવારે એચ-1 બી વિઝાના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેનાથી આવેદન પ્રક્રિયા સરળ બનવાની સાથે સાથે તેમાં દુરૂપયોગ પર પણ રોક લાગવાની સંભાવના છે.
ખરેખર તો લગભગ 30 વર્ષથી વધુ સમયથી આ વીઝા પ્રક્રિયા અમેરિકામાં ચાલી આવી છે. એચ-1 વીઝા કાર્યક્રમ અંતર્ગત આંતર રાષ્ટ્રીય છાત્રો અને નોકરીયાતો લોકોને અમેરીકામાં કામ કરવાનો એક નવો રસ્તો ખુલી જાય છે. આ વીઝાના નિયમોમાં રાષ્ટ્રપતિ જો બાઈડનની કાનુની ઈમીગ્રેશન પર અંતિમ મુખ્ય કાર્યવાહીમાંની એક છે.
જોકે એ કહેવુ મુશ્કેલ ચે કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વાળુ વહીવટીતંત્ર તેને કેવી રીતે સ્વીકારે છે અને આ ફેરફારોને કેવી રીતે સ્વીકાર કરશે.
જાણકારી મુજબ આ નવા ફેરફાર 17 જાન્યુઆરી 2025 થી લાગુ પડશે. જાણકારી મુજબ એચ-1-બી વિજાની સૌથી વધુ માંગ છે. એક આંકડા અનુસાર આ વર્ષે 4 લાખથી વધુ અરજીઓ આ વિઝાની જમા થઈ છે.
નવા નિયમો મુજબ આવેદન કરનારે એ બતાવવુ પડશે કે તેમની ડીગ્રીનું ક્ષેત્ર સીધુ વીઝા સાથે જોડાયેલી નોકરી સાથે સંબંધીત છે કે નહિં. માનવામાં આવે છેકે આ ફેરફારથી આ વિઝાનાં દુરૂપયોગમાં ઘટાડો થશે નવા નિયમ મુજબ હવે ઈમીગ્રેશન અધિકારીઓ પાસે હવે નવીનીકરણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા, વિસ્તાર અનુરોધોને સંશોધીત કરતી વખતે પૂર્વ અનુમોદનને સ્થગિત કરવાનો અધિકાર હશે.
આ ઉપરાંત નિયમો ન પાળવાના પરીણામે વીઝા સસ્પેન્ડ થઈ શકે છે કે દંડ પણ થઈ શકે છે.નવા નિયમો મુજબ હવે ઈન્ટરવ્યુમાં મુકિત કાર્યક્રમ જેને સામાન્ય રીતે ડ્રોપબોકસ સીસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. જે પણ આવેદક હૈશે તેને વ્યકિતગત ઈન્ટરવ્યુથી મુકિતની મંજુરી મળશે.