Cape Town,તા.20
દક્ષિણ આફ્રિકાનાં ડાબા હાથના સ્પિનર કેશવ મહારાજ સ્નાયુમાં ઈજાના કારણે પાકિસ્તાન સામે ચાલી રહેલી વનડે શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયાં છે.
દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન સામેની બીજી અને ત્રીજી વન ડે માટે મહારાજનાં સ્થાને બજોર્ન ફોર્ટ્યુઈનને ટીમમાં સામેલ કર્યા છે. મંગળવારે પ્રથમ વનડે પહેલાં પ્રેક્ટિસ દરમિયાન મહારાજને ઈજા થઈ હતી.
પ્રથમ મેચમાં, મહારાજ ટોસ પહેલાં જ મેદાનની બહાર ગયાં હતાં અને છેલ્લી ક્ષણે, ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર એન્ડીલે ફેહલુકવાયોને તેની જગ્યાએ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન વિરૂદ્ધ બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં શરૂ થશે.