Mumbai,તા.20
શેરબજારમાં મંદી વચ્ચે પણ પ્રાયમરી માર્કેટમાં આઈપીઓની વણઝાર અને અને નાણા એકત્રિત કરવા માટે નવી નવી કંપનીઓ દાખલ થઈ રહી છે. નવા નવા રેકોર્ડ પણ બની રહ્યા છે. ત્યારે એક અભુતપુર્વ અને અસામાન્ય ઘટનાક્રમ અંતર્ગત નાસ્ડેક ઈન્ફ્રાસ્ટ્રકચર નામની કંપનીમાં 2139.86 ગણુ ભરણુ થયુ હતું. ભારતીય મુડીબજારનાં ઈતિહાસમાં આ નવો વિક્રમ છે.
ગાઝીયાબાદ સ્થિત કન્સ્ટ્રકશન કંપની નાસ્ડેક ઈન્ફ્રાસ્ટ્રકચર 10 કરોડ એકત્રીત કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી હતી. તેની સામે 14386 કરોડ રૂપિયા મળ્યા હતા.
કેટેગરીવાઈઝ રોકાણના આંકડા ચકાસવામાં આવે તો સંસ્થાકીય શ્રેણીમાં 236.39 ટકા ભરણુ થયુ હતું. એચએનઆઈ શ્રેણીમાં 4072.81 તથા રીટેઈલ કેટેગરીમાં 2370.32 ગણુ ભરણુ થયુ હતું. સરેરાશ 2139.86 ગણો ઈસ્યુ છલકાયો હતો.
આ કંપનીનું લીસ્ટીંગ બીએસઈનાં એસએમઈ પ્લેટફોર્મ પર થવાનું છે. આઈપીઓ પૂર્વે કંપનીએ એન્કર ઈન્વેસ્ટરોને 7.8 લાખ શેરોનું વેચાણ કર્યુ હતું. ઓમાન સ્થિત ફંડને 4.9 લાખ નાણા અમેરીકા સ્થિત ફંડને 2.9 લાખ શેર આપવામાં આવ્યા હતા.
કંપની કાર્યકારી મૂડી ઉભી કરવા તથા અન્ય ખર્ચને પહોંચી વળવા માટે આઈપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી હતી. 2012 માં સ્થપાયેલી કંપની સીવીલ અને સ્ટ્રકચર કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં સેવા પ્રદાન કરે છે. 2024 માં 36.3 કરોડની આવક પર 3.2 કરોડનો નેટ નફો કર્યો હતો. અને ઈપીએસ રૂા.4.14 ની હતી.