Surendranagar, તા. 20
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા મંડલ પ્રમુખની વરણી સ્થગિત રાખ્યા બાદ ફરીથી સેન્સ પ્રકિયા શરુ કરાઈ છે ત્યારે સુરેન્દ્રનગર શહેર પ્રમુખને રિપિટ કરાયા બાદ હાલ ફરીથી વરણી પ્રકિયા શરુ કરતા 15થી વધારે દાવેદારોએ દાવેદારી કરતા દોડધામ મચી છે.વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપ સંગઠનમાં મંડલ પ્રમુખોની પસન્દગી માટે કવાયત ચાલુ કરાયા બાદ એકાએક બ્રેક લગાવી દેવાતા અનેક તર્ક વિતર્કો સેવાઈ રહ્યા હતા.
એવામાં જિલ્લાના તમામ મંડલના પ્રમુખ અને સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખને રીપીટ કર્યા બાદ પ્રમુખની વરણી પ્રકિયા પણ ફરીથી શરુ કરી દીધી છે.સહકારી અગ્રણી અને જિલ્લા ચૂંટણી અધિકારી ડોલરભાઈ કોટેચા, સહ ચૂંટણી અધિકારી દર્શનાબેન પુજારા, ગોટમભાઈ ગૌસ્વામી, રામભાઈ ચાવડા સહિતની ટીમ દ્વારા તબક્કાવાર મંડલ પ્રમુખની વરણી માટે પારદર્શક રીતે કામગીરી શરુ કરી દેવાઈ છે.
જિલ્લામાં મંડલ પ્રમુખ બનવા માટે અનેક અગ્રણીઓ થનગની રહ્યા છે. એવામાં આગામી સમયગાળામાં કોના કોના નામની જાહેરાત થશે. એની સામે સૌ નજર માંડીને બેઠા છે. સુરેન્દ્રનગર ભાજપ સંગઠનના ચૂંટણી અધિકારી ડોલરભાઈ કોટેચાએ જણાવેલ કે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મંડલ પ્રમુખ સાથે સુરેન્દ્રનગર શહેર પ્રમુખની વરણી પ્રકિયા પણ શરુ કરી દીધી છે.
સુરેન્દ્રનગર શહેર પ્રમખ મહેન્દ્રભાઈ પટેલને રીપીટ કરાયા હતા. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિહ ચૌહાણના જણાવ્યા અનુસાર પ્રદેશની સુચના મુજબ ફરીથી શહેર પ્રમુખની વરણી માટે કામગીરી શરુ કરી દેવાઈ છે.