Mumbai,તા.20
ભારતીય શેર બજારોમાં રોકાણકારોએ ચાર વર્ષ મોટી તેજીના જોયા બાદ હવે વર્ષ ૨૦૨૫માં મર્યાદિત તેજીને અવકાશ રહેશે. એચડીએફસી સિક્યુરિટીઝે ભારતીય બજારમાં નાણા વર્ષ ૨૦૨૬માં વૃદ્વિ વોલ્યુમ આધારિત રહેશે અને માર્જિનમાં વૃદ્વિના દિવસો મોટાભાગે પૂરા થઈ ગયા હોવાનો અંદાજ તેના ધ બિગ રિવ્યુ-રિવાઈન્ડ ૨૦૨૪ અને આઉટલૂક ૨૦૨૫ રિપોર્ટમાં આપ્યો છે. વર્ષ ૨૦૨૫માં નિફટી-૫૦ ઈન્ડેક્સમાં અપસાઈડ અંદાજ ૨૬૪૮૨ મૂકાયો છે.
વ્યાજ દરમાં ઘટાડાની શરૂઆત થઈ ગઈ છે, ફુગાવાની સ્થિતિ હળવી થવા લાગી છે. પરંતુ હજુ આરબીઆઈ વ્યાજ દરમાં મોટા ઘટાડાની ઉતાવળ કરશે નહીં. વૈશ્વિક આર્થિક વૃદ્વિ મંદ પડી રહી છે. ભારતમાં પણ શહેરી માંગ મંદ પડવાના અને ખાનગી મૂડી રોકાણમાં નોંધનીય વૃદ્વિના અભાવને લઈ નાણા વર્ષ ૨૦૨૫માં આર્થિક-જીડીપી વૃદ્વિના આરબીઆઈના ૬.૬ ટકાના અંદાજની સામે એચડીએફસી સિક્યુરિટીઝનો અંદાજ ઓછો ૬.૪ ટકા છે.
ઈક્વિટી અને અન્ય એસેટ ક્લાસ હજુ રોકાણ માટે આકર્ષક બની રહેશે. પરંતુ વળતર તુલનાત્મક ઓછું રહેશે. આ સાથે વર્ષ ૨૦૨૫ના પ્રથમ બે ત્રિમાસિક વોલેટીલિટીના રહેવાનો અને ત્યાર બાદ કોર્પોરેટ પરફોર્મન્સમાં રિકવરી સાથે ત્રીજા ત્રિમાસિકથી રિકવરી જોવાઈ શકે છે. વર્ષ ૨૦૨૫માં વૃદ્વિ ઈન્ડસ્ટ્રીયલ, મેન્યુફેકચરીંગ, રિયલ એસ્ટેટ, અલાઈડ સેગ્મેન્ટ અને ગ્રામીણ અર્થતંત્રને અસરકર્તા ક્ષેત્રો થકી વૃદ્વિ જોવાશે એવો અંદાજ મૂકાયો છે. નાણા વર્ષ ૨૦૧૯થી નાણા વર્ષ ૨૦૨૪માં અસાધારણ અર્નિંગ વૃદ્વિ ૧૭ ટકા સીએજીઆર જોવાયા બાદ આ વૃદ્વિ આગામી બે વર્ષમાં ધીમી ૧૦ ટકા જેટલી રહેવાનો અંદાજ મૂકાયો છે.
નિફટી ૫૦ ઈન્ડેક્સ અત્યારે નાણા વર્ષ ૨૦૨૫ના ૨૩ના મલ્ટિપલમાં અને નાણા વર્ષ ૨૦૨૬ના ૨૦.૫ મલ્ટિપલે કન્સેન્સસ ઈપીએસ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે આગામી ૧૨ મહિનામાં સાધારણ અપસાઈડની સંભવિતતા સૂચવે છે. બ્રોકિંગ હાઉસે લાર્જ બેંકો, ટોપ ટીયર આઈટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડ્ઝ, રિયલ એસ્ટેટ, સિમેન્ટ અને બિલ્ડિંગ મટીરિયલ્સ પસંદગીના રોકાણ ક્ષેત્રો હોવાનું અને ઓટોમોબાઈલ, કન્ઝયુમર સ્ટેપલ્સ, ઓઈલ એન્ડ ગેસ, મિડ-કેપ આઈટી, સ્મોલ બેંકો અને એનબીએફસીઝ માટે ઓવરવેઈટ વ્યુ આપ્યો છે.