Morbi,તા.20
મોરબી નેશનલ હાઈવે પર સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિનો પર્દાફાશ કરી પોલીસે કૂટણખાનું ચલાવતા બે ઇસમોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ ક્રિષ્ના ચેમ્બરના ત્રીજા માળે ભૂરા સ્પામાં સંચાલકો આર્થિક લાભ માટે રૂપ લલનાઓ બોલાવી બોડી મસાજના ઓઠા તળે શરીર સુખ માણવાની ગ્રાહકોને સગવડ આપતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં ભૂરા સ્પામાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા સંચાલકો અને માલિક પંકજ રમેશભાઈ રાઠવા રહે મૂળ છોટા ઉદેપુર અને નારણ પરષોતમ સીતાપરા રહે મોરબી ૨ ઉમિયાનગર વાળાને ઝડપી લઈને બંને વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ૧૯૫૬ ની કલમ ૩ (૧), ૪,૫, (૧) એ ૫ (૧)(ડી) અને ૬ (૧)(બી) મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
પોલીસે સ્થળ પરથી રોકડ રૂ ૪૦૦૦ અને ૨ મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ સહીત કુલ રૂ ૧૪ હજારનો મુદામાલ કબજે લીધો છે તેમજ અન્ય આરોપીઓ વિજય ઉર્ફે ભુરાભાઈ જેરામભાઈ પટેલ રહે મોરબી અને હિતેષ ભદ્રેચા રહે હાલ ભૂરા હોટેલ એન્ડ સ્પા મૂળ રહે પોરબંદર એમ બે આરોપીના નામો ખુલતા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે