Ahmedabad,તા.૨૦
અમદાવાદમાં વટામણ-બગોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો. હાઈવે પર ગંભીર અકસ્માતમાં ૧ વ્યક્તિનું મોત નિપજયું જ્યારે ૩ લોકોને ગંભીર ઇજાઓ પંહોચી. વહેલી પરોઢે હાઈવે પર જતી ટ્રક પાછળ ખાનગી બસ ટકરાતા અકસ્માત થયો. પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી વધુ તપાસ હાથ ધરી.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય વટામણ-બગોદરા હાઈવે પર અકસ્માતની દુર્ઘટના બનવા પામી. વહેલી પરોઢે હાઈવે પર પસાર થતી ખાનગી બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ. હાઈવે પર ટ્રક પસાર થતી હતી ત્યારે પાછળ આવતી ખાનગી લકઝરી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળ પર જ એક વ્યક્તિનું મોત નિપજયું. અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા. બનાવસ્થળ પર ભેગા થયેલ લોકોએ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને તાત્કાલિક જાણ કરી. ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. બગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરુ કરી. અને ગંભીર અકસ્માતમાં ઘાયલ થયેલ ઈજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા બગોદરા આરોગ્ય કેન્દ્ર ખસેડાયા. જયારે ખાનગી બસ ચાલકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો.
ઘટનાસ્થળ પરની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણકારી મળી કે ખાનગી બસ સુરતથી મોરબી જઈ રહી હતી ત્યારે અકસ્માતનો શિકાર થઈ. છેલ્લા કેટલાક સમયમાં અકસ્માતોની સંખ્યા વધી છે. ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી પરોઢે અકસ્માત વધ્યા છે. જેમાં અનેક ઘટનાઓમાં ડ્રાઈવરની બેદરકારી હોવાનું સામે આવે છે. જ્યારે વટામણ-બગોદાર હાઈવે પર બનેલ અકસ્માતમાં લકઝરી બસના ડ્રાઈવરનું જ ઘટનાસ્થળે મોત નિપજયું હતું. પોલીસ આ માર્ગના સીસીટીવી ચેક કરી અકસ્માતનું કારણ શોધવા તજવીજ હાથ ધરી.