Rajkot,તા.૨૦
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ હેઠળ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૫ મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. આ ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ૩ જાન્યુઆરી થી શરુ થશે, જે ૭ જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ભારત પરત ફરશે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી૨૦ અને વનડે સીરિઝ રમશે.
ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરી ૨૦૨૫માં ભારતના પ્રવાસ પર આવશે. અહિ બંન્ને દેશો વચ્ચે ૫ મેચની ટી૨૦ સીરિઝ રમાશે, જે પૂર્ણ થયા બાદ ૩ મેચની વનડે સીરિઝ રમાશે.એક ટી ૨૦ મેચ રાજકોટના નિંરજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી૨૦ સીરિઝની શરુઆત ૨૨ જાન્યુઆરીથી થશે અને છેલ્લી મેચ આ સીરિઝની ૨ ફ્રેબુઆરીના રોજ રમાશે. ટી૨૦ સીરિઝની પહેલી મેચ કોલકત્તામાં રમાશે. જ્યારે છેલ્લી મેચનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું છે.
ટી૨૦ સીરિઝની બીજી મેચ ૨૫ જાન્યુઆરીના રોજ ચેન્નાઈમાં રમાશે. જ્યારે ત્રીજી મેચ ૨૮ જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાશે. તો ૩૧ જાન્યુઆરીના રોજ ચોથી ટી૨૦ મેચ પુણેમાં રમાશે. ટી૨૦ સીરિઝ પૂર્ણ થયા બાદ ૩ મેચની વનડે સીરિઝ રમાશે. જ્યારે તેની શરુઆત ૬ ફ્રેબુઆરીથી થશે.
ટી ૨૦ સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં હશે. તો વનડે સીરિઝની કમાન રોહિત શર્મા સંભાળશે. રોહિત શર્મા ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તમામ ટી૨૦ મેચ સાંજે ૭ કલાકથી રમાશે. જ્યારે વનડે સીરિઝ બપોરના ૧ઃ૩૦ કલાકથી શરુ થશે.
હવે આપણે ભારત-ઈંગ્લેન્ડની ટી૨૦ સીરિઝનું શેડ્યુલ જોઈએ તો, પહેલી ટી૨૦ મેચ ૨૨ જાન્યુઆરીના કોલકાત્તા, બીજી ટી૨૦ મેચ ૨૫ જાન્યુઆરી ચેન્નાઈ,ત્રીજી ટી૨૦ મેચ ૨૮ જાન્યુઆરીના રોજ રાજકોટમાં, ચોથી ટી૨૦ મેચ ૩૧ જાન્યુઆરીના રોજ પુણે અને પાંચમી ટી૨૦ મેચ ૨ ફ્રેબ્રુઆરીના રોજ મુંબઈમાં રમાશે. આ તમામ મેચ સાંજે ૭ કલાકથી શરુ થશે.
જો આપણે હવે ભારત -ઈગ્લેન્ડની વનડે સીરિઝનું શેડ્યુલ જોઈએ તો, પહેલી વનડે મેચ ૬ ફ્રેબ્રુઆરીના રોજ નાગપુરમાં, બીજી વનડે મેચ ૯ ફ્રેબ્રુઆરી કટક અને છેલ્લી અને ત્રીજી વનડે મેચ ૧૨ ફ્રેબ્રુઆરીના રોજ અમદાવાદમાં બપોરના ૧ :૩૦ કલાકથી શરુ થશે.