Rajkot,તા.20
શહેરના જૂના એરપોર્ટ પરથી ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં ડીવીઓઆર બિલ્ડીંગના દરવાજાના તાળા તોડી તસ્કર બે બેટરી ઉઠાવી ગયાંની ફરીયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ છે.
હીરાસર એરપોર્ટ પર ડેપ્યુટી જનરલ મેનેજર અને જૂના એરપોર્ટમાં સી.એન.એસ. ડીપાર્ટમેન્ટમાં સુપરવીઝનની કામગીરી સંભાળતા પ્રશાંતકુમાર દ્વારિકાપ્રશાદસિંહાએ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો રાજકોટ શહેર પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેમના હેલીકોપ્ટરનુ ઉતરાણ જુના એરપોર્ટ ખાતે હોવાથી બંદોબસ્ત રાખવામા આવેલ હતો. જે બંદોબસ્ત પુર્ણ થતા ત્યા ફરજ બજાવતા જી.આઈ.એસ.એફ. ગાર્ડ જાડેજા જયપાલસિંહ દશરથસિંહએ ડી.વી.ઓ.આર. બિલ્ડીગ ખાતે ચેક કરતા તેના દરવાજાના તાળા તુટેલા મળી આવ્યા હતા. જેની અંદર તપાસ કરતા એકસાઈડ કંપનીની ૧૨ વોલ્ટની ૩૮ કીલો વજનવાળી કુલ ૦૬ બેટરીઓ રાખેલ હતી. જે માંથી રૂ. 6 હજારની કિંમતની કુલ બે બેટરી એટલે કે રૂ. 12 હજારની કિંમતની બેટરી મળી આવી ન હતી.
જે બાદ આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરની શોધખોળ હાથ ધરી છે.