Ukraine , તા.21
યુક્રેન સાથેનું યુદ્ધ રોકવાની સંમતિના સંકેતો વચ્ચે રશીયાએ ફરી વખત ભીષણ હુમલો કર્યો હતો અને તેમાં અનેક દુતાવાસોને નુકશાન થયુ હતું એક વ્યકિતનું મોત પણ થયુ હતું.
યુક્રેન તરફથી અમેરીકી મિસાઈલનો ઉપયોગ કરવામાં આવતાં વિફરેલા રશીયાએ યુક્રેનનાં કીવ પર પાંચ બેલેસ્ટીક મિસાઈલ ઝીંકી હતી. યુકેની સંરક્ષણ પ્રણાલીએ તમામને હવામાં જ નષ્ટ કરી દીધી હોવા છતાં પ્રચંડ ધડાકાઓથી શહેર હચમચી ગયુ હતુ.
રશીયાએ કીવમાં સૈન્ય સ્થાનોને નિશાન બનાવીને પણ અન્ય હુમલા કર્યા હતા. તેમાં એક વ્યકિતનું મોત નીપજયુ હતું. અને અન્ય 12 લોકો ઘાયલ થયા હતા. એટલુ જ નહિં અનેક દુતાવાસોને પણ નુકશાન થયુ હતુ.
યુક્રેની સૈન્ય દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે વાયુદળે 40 માનવરહીત વિમાનો ફૂંકી માર્યા હતા.20 ડ્રોન પણ ટારગેટ સિધ્ધ કરવામાં સફળ રહ્યા ન હતા. જોકે તેમાં કાળમાળ નીચે પડતા અનેક લોકો ઘાયલ થયા હતા.
યુક્રેનનાં દાવા પ્રમાણે રશીયાએ ટુંકા અંતરની પાંચ ઈસ્ક્દર મિસાઈલો ઝીંકી હતી તે પછી 630 મકાનો, 16 હોસ્પીટલ, 30 સ્કુલમાં હીટીંગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. આ સિવાય અનેક ક્ષેત્રોમાં ઈન્ફ્રાસ્ટ્રકચરને નુકશાન થયુ હતું.
ઈમારતો, માર્ગ તથા ગેસ પાઈપલાઈનને નુકશાન થયુ હતું. ઈમારતમાં આગ પણ લાગી હતી. યુક્રેનનાં વિદેશ મંત્રાલયે કહ્યું કે અલ્બેનીયા, આર્જેન્ટીના, ફીલીસ્ટીન પોર્ટુગલ જેવા અનેક દેશોનાં રાજદુતોને પણ નુકશાન થયુ હતું. બારી-દરવાજા તૂટી ગયા હતા.