Rajkot,તા.21
તાજેતરમાં વડોદરાના જુમ્માદાદા વ્યાયામ મંદિર ખાતે યોજાયેલ ખો-ખો રમતના રાજ્યકક્ષાના સિલેકશનમાં જી. કે. ધોળકિયા ડીએલએસએસની ખેલાડી બહેનોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને આઠ દિકરીઓની રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થયેલ છે.
જેમાં અસ્મિતા ખેલો ઈન્ડિયા (જુનિયર) તથા સબ જુનિયરની અલગ અલગ કેટેગરીમાં ભાગ લેશે. જુનિયરમાં વાજા જીજ્ઞા, સબ જુનિયરમાં બારીયા શ્રદ્ધા, વાજા દિપીકા, મકવાણા જાનકી, વાજા નિલમ, ડાભી નેન્સી અને સ્ટેન્ડ બાયમાં વંશ ઉર્વશી તથા શ્રદ્ધા પરમારનું સિલેકશન થયેલ છે.
આ ખેલાડીઓ તા. 28 થી 30 ડિસેમ્બરના રોજ બિહારના મિંઝ સ્ટેડિયમ, ગોપાલગંજ ખાતે ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ યોજાનાર રાષ્ટ્રીયકક્ષાની ખો-ખો સ્પર્ધામાં ભાગ લેશે.