Morbi,તા.21
કુંતાસી ગામે કોઈપણ ડીગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરી દર્દીને દવા આપતા નકલી ડોક્ટરને પોલીસે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લામાં તાજેતરમાં નવ બોગસ તબીબો ઝડપાયા બાદ પોલીસ ટીમો સઘન તપાસ ચલાવી રહી છે જેમાં માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કુંતાસી ગામે રામજી મંદિર પાછળ રહેતા ભરત રામાનુજના મકાનમાં રેડ કરી તપાસ હાથ ધરી હતી જ્યાં આરોપી ભરત બિહારીદાસ રામાનુજ (ઉ.વ.૪૩) વાળો કોઈપણ મેડીકલ ડીગ્રી વગર દર્દીઓને એલોપેથી દવાથી સારવાર કરતા મળી આવ્યો હતો જે આરોપી બોગસ ડોક્ટરને ઝડપી લઈને પોલીસે એલોપેથીક દવાનો જથ્થો અને સારવારના સાધનો સહીત કુલ રૂ ૧૮૬૭ નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે