Morbi,તા.21
શહેરના વિસીપરા વિસ્તારમાં ગાળો બોલવા બાબતે અને ઝઘડો નાં કરવાનું સમજાવતા મારામારી થઇ હતી જેમાં ચાર ઇસમોએ યુવાનને માર મારી કુહાડી વડે ગંભીર ઈજા પહોંચાડયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
મોરબીના વિસીપરા ફૂલછાબ કોલોનીમાં રહેતા ઈરફાન ઉર્ફે ઇભો ગનીભાઈ કાસમાણી (ઉ.વ.૪૩) વાળાએ આરોપી ફરહાન મયુદીનભાઈ મેમણ, સાબિર અનવર પીલુડીયા, હાજી ઇકબાલ પીલુડીયા અને સોહિલ રસિક સુમરા રહે ચારેય વિસીપરા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા આરોપીઓ સાથે બોલતા નથી જેનું સારું નહિ લાગતા ફરિયાદીના દીકરા સમીર તથા કાસમ બંને સ્કૂટર લઈને નીકળ્યા હતા ત્યારે આરોપી ફરહા અને શાબીરે ગાળો આપી હતી જેથી ગાળો નહિ બોલવાનું કહેતા સારું લાગ્યું ના હતું
આરોપીઓએ ઝપાઝપી કરી ગાળો આપતા હતા જેથી ત્યાં હાજર લોકોએ ઝઘડો ના કરવા સમજાવતા બંને ઘરે જતા રહ્યા હતા બાદમાં બંને આરોપીઓ સ્વીફ્ટ ગાડી લઈને અન્ય બંને આરોપીને લઈને આવ્યા હતા જેને ફરિયાદી ઈરફાનના દીકરા સમીરને ઘરની બહાર બોલાવી ઢીકા પાટું માર મારી કુહાડીનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે