એલસીબી એ ૧૫૧૨ બોટલ શરાબ પાંચ વાહન મળી ૩૧ લાખનું મુદ્દામાલ કબજે કર્યો ,સપ્લાયર , દારૂ લેવા આવનાર અને દારૂ મોકલનાર અને છ શખ્સ મળી નવ શખ્સની શોધખોળ
Kotda Sangani તા.૨૦
કોટડા સાંગાણી તાલુકાના નવી ખોખરી ગામની સીમમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી વિદેશી દારૂના કટીંગ વેળાએ એલસીબીની ટીમે દરોડો પાડી રૂપિયા ૧૨.૪૭ લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી નાસી છૂટેલા સપ્લાયર સહિત છ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ૧૫૧૨ બોટલ દારૂ ,પાંચ વાહન, ત્રણ મોબાઈલ અને રોકડ મળી ૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ ૩૦ ફર્સ્ટ પૂર્વે બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાની નવનિયુક્ત જિલ્લા પોલીસવાળા હિમકર સિંહના ધ્યાને આવતા બ્રાન્ચ અને તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવા આપેલી સૂચનાને પગલે એલસીબીના પીઆઇ વીવી ઓડેદરા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામના વિજયસિંહ ઉર્ફે રવિરાજસિંહ ચંદુભા જાડેજા અને મૂળ વલભીપુર તાલુકાના રામપર ગામના , હાલ માણેકવાડા રહેતા હરદીપસિંહ બહાદુરસિંહ ગોહિલઅને રાજસ્થાનના ઉદયપુરના સત્યેન્દ્રસિંહ ગમેરસિંહ શેખાવત સહિત શખ્સોએ નવી ખોખરી ગામની સીમમા ફોરેસ્ટ ની વાડીની બાજુમાં પડતર ખેતરમાં વિદેશી દારૂનું કટીંગ કરતા હોવાની હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા ,વાઘાભાઈ આલ અને મહિપાલસિંહ ચુડાસમા ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એચ.સી.ગોહિલ , કે.એમ.ચાવડા , એએસઆઇ બાલકૃષ્ણ ત્રિવેદી અને અમિતસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો . દરોડા દરમિયાન નાશ ભાગ મચી જવા પામ્યો હતો. તેમજ દરોડા દરમિયાન રૂપિયા ૧૨.૪૭ લાખની કિંમતના ૧૫૧૨ બોટલ વિદેશી દારૂ સાથે માણેકવાડાના વિજયસિંહ રવિરાજસિંહ જાડેજા, હરદીપસિંહ બહાદુરસિંહ ગોહિલ અને રાજસ્થાનના ઉદયપુરના સત્યેન્દ્રસિંહ ગમીરસિંહ શેખાવત ની ધરપકડ કરી સ્થળેથી પાંચ વાહન, ત્રણ મોબાઈલ અને ૧૫૦૦૦ રોકડા મળી ૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડાની ગંધ આવી જતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધાર અજયસિંહ ધનુભા ચંદુભા જાડેજા અને દારૂ નો જથ્થો લેવા આવનાર જયપાલસિંહ દિગુભા જાડેજા દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના મૂળ અને હાલ અમદાવાદ રહેતા કરણસિંહ રાઠોડ, દારૂનો જથ્થો હેરફેર કરનાર મજૂરો નવઘણ વેરશી ભરવાડ સુખા નાગજી ભરવાડ કેસરી શ્રી દેવીસિંહ રાઠોડ અને ત્રણ અજાણ્યા શખ્સો મળી ૧૨ શખ્સો સામે ગુનો નોંધી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.