વોર્ડ નંબર ૧૬ માં કીર્તિ પાન નજીક નવા ડીપી રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતાં અનેક વાહનચાલકો ને હાલાકી
Jamnagar તા.૨૧
જામનગરના મેયર ના વોર્ડ નંબર ૧૬ માં અકસ્માતને આમંત્રણ આપે તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. વોર્ડ નંબર ૧૬ માં કીર્તિ પાન પાસે નવા ડીપી રોડ પર મધ્યમાં ગટરનું ઢાંકણ આવેલું છે, જે ઢાંકણું તૂટી ગયું છે, અને માત્ર સળિયા દેખાઈ રહ્યા છે. ઉપરાંત ગટરનું ઢાંકણુ રોડથી અંદરની તરફ ઉતરી ગયું હોવાથી અનેક વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડે છે. આ રોડ પર પ્રતિદિન હજારો લોકોની અવરજવર થાય છે, અને અનેક આસપાસના વિસ્તારની સોસાયટી ના લોકોએ અહીંથી પસાર થવું પડે છે. ત્યારે સીસી રોડની વચ્ચે મુકાયેલું ગટરનું ઢાંકણ કે જે સામાન્ય રીતે કોઈ વાહન ચાલકોના નજરમાં આવતું નથી, અને વાહનો ઢાંકણ સહિતના ખાડામાં પડવાની ભીતી રહેછે. કેટલાક વાહનચાલકો તેમાં ઇજાગ્રસ્ત પણ બન્યા છે. જામનગર મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે આ તૂટી ગયેલું ઢાંકણ ને દૂર કરીને નનું ગટરનો ઢાંકણું લગાવી દેવા અનેક લોકો માંગણી કરી રહ્યા છે.