Dhoraji,તા,23
ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં રોડ રસ્તા ના કામો ચાલી રહ્યા છે જે કામોમાં અત્યંત નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાઈ રહ્યું હોય જેવી લોક ફરિયાદો અનેક વિસ્તારોમાંથી ઉઠી રહી છે ત્યારે તંત્ર આ મામલે શા માટે મૌન સેવી રહ્યું છે. તે સવાલ ઉઠી રહ્યા છે.
ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ ડામર રોડના કામ ચાલી રહ્યા છે શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં રોડ રસ્તા ના કામો થઈ રહ્યા છે જે કામોમાં ગુણવત્તા જળવાતી ન હોય તેવી ફરિયાદો લોકોમાંથી સતત ઉઠતી રહી છે લોકોની અનેક રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા રોડ રસ્તાના મામલે જનતાની અવાજ સાંભળવામાં આવતો નથી.
તાજેતરમાં થોડા સમય પહેલા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ રોડ રસ્તાની નબળી કામગીરી થતી હોવાથી
વોર્ડ નંબર નવમાં બસ સ્ટેશન પાસે કામ ચાલી રહ્યું હતું ત્યારે સ્થળ પર જઈ મટીરીયલ ની ગુણવત્તા ચકાસવાનું કહેતા ખુદ કોન્ટ્રાક્ટર ના મજૂરોએ સ્વીકાર્યુ હતું કે ડામરમાં જે હીટ જોઈએ તે પ્રકારની નથી સ્થાનિક ભાજપના આગેવાન પણ આ મામલે કોન્ટ્રાક્ટર ની કામગીરી પ્રશ્ન સવાલ ઉઠાવ્યો હતો અને કામ બંધ કરાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સ્ટેશન પ્લોટ વિસ્તારમાં પણ નબળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાથી સોસાયટીના લોકોએ પણ રોડનું કામ બંધ કરાવ્યું હતું.
તાજેતરમાં પ્લોટ વિસ્તારમાં જે નબળી કામગીરી થઈ રહી છે રોડની રોડ બન્યાના તુરંત બાદ રોડ પરથી કાંકરીઓ નીકળી જતી હોય અને હાથ વડે ડામર રોડ ઉખાડી શકાતો હોય તેવો વિડીયો ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ વાયરલ કર્યો હતો વિવિધ રોડ પર નબળી કામગીરીના પુરાવા તેમણે સોશિયલ મીડિયા પર મૂક્યા હતા આગેવાનો અને લોક ફરિયાદો ઉઠતી હોવા છતાં તંત્ર શા માટે કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યું છે તે સમજાતું નથી શહેરમાં લોટ પાણી અને લાકડા સમાન રસ્તા નો કામો ચાલી રહ્યા હોય ત્યારે કોન્ટ્રાક્ટર કોની મીઠી નજર હેઠળ સલામત છે અને મનસ્વી રીતે નિયમોનો ઉલાળીયો કરી રોડ રસ્તા ના કામો કરતા હોય તેમની પાછળ કોનું પીઠબળ છે તેના પર પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે.