Dhoraji,તા,23
ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોસ્ટેબલ મનીષભાઈ વરુને બેસ્ટ ડિટેકશન બદલ નો એવોર્ડ રાજકોટ વિભાગના પોલીસ મહાન નિરીક્ષક અશોકકુમાર અને પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય હિમકર સિંહ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.
થોડા સમય પૂર્વે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાની પરબડી ગામે આવેલ કારખાનામાં કુંડીની સફાઈ દરમિયાન માનવ કંકાલ મળી આવેલ જે ગુનો અણ ઉકેલાયેલ હતો. જેમાં એફ. એસ.એલ. ડોગ સ્કવોડ, અને હ્યુમન સોર્સિસ દ્વારા વિવિધ પ્રકારે ગુનો ઉકેલવા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસ હેડ કોસ્ટેબલ મનીષભાઈ વરુ એ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ મદદ વડે નો ભેદ ઉકેલ્યો હતો તેમ જ એનડીપીએસ ના આરોપીને શોધેલ અને અપહરણ કિંમત પોકસો ના આરોપીઓને શોધી લાવી કાયદો વ્યવસ્થાની કામગીરી ઉત્તમ પ્રકારે કરી હતી જે બદલ તેમને બેસ્ટ ડિટેકશન એવોર્ડ આપવામાં આવ્યો હતો