Halvad,તા,23
હળવદના કડીયાણા ગામ નજીક હોટેલ પાસેથી ટ્રકમાં માટીની આડમાં દારૂનો જથ્થો છુપાવી હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક સહીત ૧૧ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા છે જયારે અન્ય ત્રણ આરોપીના નામો ખુલ્યા છે
મોરબી એલસીબી ટીમ હળવદ પંથકમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન કડીયાણા ગામ નજીક ખોડલ રામદેવ હોટેલ પાસેથી ટ્રકમાં માટીની પાવડર બોરીની આડમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં ટ્રકમાં તલાશી લેતા દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૪૨ કિંત રૂ ૫૯,૫૯૦ અને બીયરના ટીન નંગ ૨૪ કીમત રૂ ૩૬૨૪ મળી આવતા દારૂનો જથ્થો તેમજ ટ્રક કીમત રૂ ૧૦ લાખ અને પાવડરની બોરીઓ સહીત કુલ રૂ ૧૧,૦૯,૫૧૧ નો મુદામાલ જપ્ત કર્યો છે પોલીસે આરોપી ટ્રક ચાલક ચેતનસિંહ ભંવરસિંહ ચૌહાણ રહે રાજસ્થાન અને ધરમસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ રહે રાજસ્થાન એમ બે ઇસમોને ઝડપી લીધા છે
જયારે અન્ય આરોપીઓ ઈંગ્લીશ દારૂના ઠેકાવાળો કુલદીપ ટાક રહે રાજસ્થાન, સતીષ ગઢિયા રહે મોરબી અને મહેન્દ્રભાઈ રહે મોરબી એમ ત્રણ આરોપીના નામો ખુલતા મુદામાલ હળવદ પોલીસ મથકમાં સોપી વધુ તપાસ ચલાવી છે

