Rajkot તા. 23
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ થર્ટી ઓફ ગુજરાત તથા ખેલો ઇન્ડિયા સેન્ટર રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ રેસકોર્સ રીંગરોડ ખાતે આજરોજ ફીટ ઇન્ડિયા સાયકલ રેલી યોજવામાં આવી હતી.જેમાં વિવિધ શાળાઓના ખેલાડીઓ, ડોક્ટર્સ અને સાયકલ પ્રેમી જનતાએ સહભાગીતા આપી ફિટ ઇન્ડિયા મોમેન્ટ અંતર્ગત યોગદાન આપ્યું હતું. આ સાયકલ રેલીમાં સહભાગીઓએ રાજકોટ નગરજનોને તંદુરસ્તીનો સંદેશ આપ્યો હતો.
જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારીના સહીયારા પ્રયાસો દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “ફિટ ઇન્ડિયા” અભિયાનને રાજકોટ જિલ્લામાં ઘરે-ઘરે પહોંચાડવાની મુહિમ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ સાયકલ રેલીનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા મદ્રાની યાદીમાં જણાવાયું છે.