Mumbai,તા.23
દેશમાં બેંકોમાંથી નાણાં લઈને પરત નહિ ચુકવતા લોકોની સંખ્યા વધી રહી છે.કોર્પોરેટ લોન માફી સામે પણ વ્યાપક ગણગણાટ છે. ત્યારે રિઝર્વ બેન્કનાં રીપોર્ટ મુજબ 2664 કોર્પોરેટ કંપનીઓ વિલફુલ ડીફોલ્ટરની શ્રેણીમાં છે. નાણાં હોવા છતાં બેંકોને લોન ચુકવણી કરતી નથી. માર્ચ 2024 ની સ્થિતિએ તેઓ પાસેથી 196441 કરોડ લેણા નીકળે છે. કોર્પોરેટ ક્ષેત્રની નાણાકીય હાલત તથા બેન્કીંગ સીસ્ટમ માટે તે ચિંતાનો વિષય છે.
માહિતી અધિકાર કાયદા હેઠળ અરજીનાં જવાબમાં રીઝર્વ બેન્કે ટોપ-100 ડીફોલ્ટરોની યાદી પણ જાહેર કરી છે. તેમાં 8516 કરોડની લોન નહી ચુકવતી ગીતાંજલી જેમ્સનૂં નામ ટોચ પર છે.
માર્ચ 2020 થી ખર્ચ 2024 ના ચાર વર્ષનાં ગાળામાં વિલફુલ ડીફોલ્ટર્સની સંખ્યા 2154 થી વધીને 2664 થઈ છે અને રકમ પણ 152860 કરોડથી વધીને 196441 કરોડે પહોંચી છે. નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ સમગ્ર ડીફોલ્ટ તથા અન્ય જવાબદારી દર્શાવતા હજારો કરોડ રૂપિયાના કેસ છે.
રીઝર્વ બેન્કનાં કલાસીફીકેશન પ્રમાણે નાણાંકીય સધ્ધરતા હોવા છતાં એક યા બીજા કારણોસર બેંકોને નાણાં નહુ ચુકવનારાને વિલફુલ ડીફોલ્ટર ગણવામાં આવે છે. લોન લેનાર કંપની દ્વારા મુળ ઉદેશને બદલે નાણાંનો ઉપયોગ અન્યત્ર કરી નાખ્યો હોય અને જામીનગીરી પેટે આપેલી જંગમ કે સ્થાવર મિલકતનો નિકાલ કરી નાખ્યો હોય તો તેવા સંજોગોમાં વિલફુલ ડીફોલ્ટની સ્થિતિ સર્જાય છે.
ગીતાંજલી જેમ્સનાં ડીફોલ્ટ થવા પર ફરીયાદ દાખલ થતા તેના પ્રમોટર મેહુલ ચોકસી તથા ભત્રીજા નિરવ મોદી ભારતમાંથી ફરાર થઈ ગયા હતા.ગીતાંજલી કેસમાં તપાસનીસ એજન્સીએ અન્ય 60 વ્યકિત પેઢી પરના આરોપ રદ કરી નાખ્યા હતા. કંપનીએ લોનનાં નાણાનો વ્યકિતગત લાભ માટે ઉપયોગ કર્યો હતો અને નાણા ટેકસહેવન દેશોમાં મોકલી દીધા હતા.
લીસ્ટમાં બીજા ક્રમે રીશી અગ્રવાલની કંપની એબીજી શીપયાર્ડ છે તેની પાસેથી બેંકોના 4684 કરોડ લેણા નીકળે છે. આ કંપનીનાં પ્રમોટરે પણ પણ વ્યકિતગત લાભ માટે નાણા ડાઈવર્ટ કરી નાખ્યા હતા. અને સીબીઆઈએ તેની સપ્ટેમ્બર 2022 માં ધરપકડ કરી હતી.
લીસ્ટમાં ત્રીજુ નામ કોન્કસ્ટ સ્ટીલનું છે કંપની પાસેથી બેંકોનાં 4305 કરોડ લેણા છે ઈવીએ તાજેતરમાં તેનાં પ્રમોટરની ધરપકડ કરી હતી. 4.5 કરોડની જવેલરી તથા વૈભવી વિદેશી કાર જપ્ત કરી હતી.
આ સિવાય એચ.એસ.ભારાણાની ઈરા ઈન્ફ્રાનું નામ છે તેની પાસે બેંકો 3637 કરોડનૂં લેણુ ધરાવે છે. નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે કંપનીનાં હસ્તાંતરણની મંજુરી આપી છે. આ સિવાય આરઈઆર એગ્રો પાસે 3350 કરોડના લેણા છે કંપનીના સંદિપ જુનજુનવાલાની ધરપકડ કરવામાં આવી હતી.2016 માં વિશ્ર્વની સૌથી મોટી બાસમતી ચોખા પ્રોસેસીંગ કરતી કંપની તરીકેનું નામ ધરાવતી હતી.
વિનસમ ડાયમંડનું નામ પણ યાદીમાં છે. કંપની પાસે 2927 કરોડ લેણા નીકળે છે. પ્રમોટર જતીન મહેતા ભારતમાંથી ફરાર થઈ ગયા હતા.લંડનની કોર્ટે દુનિયાભરની સંપતિ જપ્ત કરવાનો આદેશ કર્યો છે. કંપનીનાં પ્રમોટરે બુલીયન પેટે લીધેલા ધિરાણના નાણાં બનાવટી કંપનીઓ મારફત વિશ્ર્વના અનેક દેશોમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
હૈદરાબાદ સ્થિત ટીડીપીનાં પૂર્વ સાંસદ રાયપતિ સંબાશીવની કંપની ટ્રાન્સસ્ટોમી લીમીટેડ આ લીસ્ટમાં સામેલ છે.બેંક લોનનાં નાણા અન્યત્ર ડાઈવર્ટ કરી દેવાયા હતા. કાનપુર સ્થિત બોલપેન બનાવટી રોટોમેક ગ્લોબલ પાસેથી 2894 કરોડ લેણા નીકળે છે. પ્રમોટર વિક્રમ કોઠારીએ લોનનાં નાણાનો દુરૂપયોગ કર્યો હતો. ઝુમ લેવલપરના 2217 કરોડના ડીફોલ્ટનો કેસ છે. પ્રમોટર વિજય ચૌધરીની ધરપકડ થઈ હતી.