Morbi,તા.23
શહેરની ખારી વાડી શાળા પાછળ આવેલ બાથરૂમમાં જાત જલાવી ૭૨ વર્ષના વૃદ્ધે આપઘાત કરી લીધો હતો જે બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે
સીટી એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ખારીવાડી પ્રાથમિક શાળા નવી બિલ્ડીંગ પાછળ આવેલ બાથરૂમમાં અજાણ્યા વૃદ્ધે કોઈ કારણોસર જાતે સળગી જતા મોત થયું હતું જેથી એ ડીવીઝન પોલીસ ટીમે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ ચલાવી છે બનાવ મામલે તપાસ ચલાવતા અરવિંદભાઈ ઝાપડીયા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક ધનસુખભાઈ લાલજીભાઈ રાઘોડીયા (ઉ.વ.૭૨) રહે શક્તિપ્લોટ ૧૨ પ્રમુખ હાઈટ્સના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે વૃદ્ધે બીમારીથી કંટાળી અંતિમ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે