Morbi,તા.23
વનાળીયા ગામ નજીક આવેલ વોકળાના પાણીમાં ડૂબી જતા ૬૦ વર્ષીય વૃદ્ધનું મોત થયું છે જે બનાવ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે
મૂળ દાહોદ જીલ્લાના સાગથાળા ગામના વતની અને હાલ વનાળીયા ગામે રહેતા રવજીભાઈ ભીખાભાઈ નાયક (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગત તા. ૨૨ ના રોજ વનાળીયા ગામ પાસે ખાખરાળા ગામ જવાના રસ્તે વોકળાના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા મોત થયું છે બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે