બશર અલ-અસદની પત્ની અસમાએ રશિયન કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે અને મોસ્કો છોડવા માટે વિશેષ પરવાનગીની વિનંતી કરી છે
Syria, તા.૨૩
સીરિયાના હકાલપટ્ટી કરાયેલા રાષ્ટ્રપતિ બશર અલ-અસદની બ્રિટિશ પત્ની અસમા અલ-અસદે છૂટાછેડા માટે અરજી કરી છે. તુર્કી અને આરબ મીડિયા અનુસાર, અસમા મોસ્કોમાં ખુશ નથી અને લંડન જવા માંગે છે. વિદ્રોહી જૂથો દ્વારા સીરિયામાં તખ્તાપલટ કર્યા બાદ બશર અલ-અસદ પોતાના પરિવાર સાથે રશિયા ભાગી ગયા હતા. વ્લાદિમીર પુતિને તેમને પોતાના દેશમાં રાજકીય આશ્રય આપ્યો છે.બશર અલ-અસદની પત્ની અસમાએ રશિયન કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે અને મોસ્કો છોડવા માટે વિશેષ પરવાનગીની વિનંતી કરી છે. તેમની અરજી પર રશિયન સત્તાવાળાઓ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ અસમા પાસે બ્રિટન અને સીરિયાની બેવડી નાગરિકતા છે. તેનો જન્મ લંડનમાં સીરિયન માતાપિતાને ત્યાં થયો હતો. અસમા ૨૦૦૦માં સીરિયા ગઈ હતી અને તે જ વર્ષે ૨૫ વર્ષની ઉંમરે અસદ સાથે લગ્ન કર્યા હતા.રશિયાએ રાજકીય આશ્રય માટે બશર અલ-અસદની વિનંતી સ્વીકારી હશે, પરંતુ તે હજુ પણ ગંભીર પ્રતિબંધોને હેઠળ છે. તેમને મોસ્કો છોડવા અથવા કોઈપણ રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાવાની મંજૂરી નથી. રશિયન સત્તાવાળાઓએ બશર અલ-અસદની સંપત્તિ અને પૈસા પણ જપ્ત કર્યા છે. તેમની સંપત્તિમાં ૨૭૦ કિલો સોનું, ઇં૨ બિલિયન અને મોસ્કોમાં ૧૮ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.બશર અલ-અસદના ભાઈ, મહેર અલ-અસદને રશિયામાં આશ્રય આપવામાં આવ્યો નથી અને તેમની વિનંતી હજુ પણ સમીક્ષા હેઠળ છે, સાઉદી અને તુર્કીના મીડિયા અહેવાલો અનુસાર. મહેર અને તેનો પરિવાર રશિયામાં નજરકેદ છે. હયાત તહરિર અલ-શામની આગેવાની હેઠળના બળવાખોરોએ ડિસેમ્બરની શરૂઆતમાં રાજધાની દમાસ્કસમાં રાષ્ટ્રપતિ મહેલ પર કબજો કર્યો, બશર અલ-અસદના ૨૪ વર્ષના શાસનનો અંત આવ્યો.અમેરિકાએ ૐ્જીને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. પરંતુ સીરિયામાં અસદ સરકારના પતન પછી, અમેરિકાએ ૐ્જી નેતા અબુ મોહમ્મદ અલ-જુલાનીના માથા પર ૧૦ મિલિયન ડોલરની ઇનામ હટાવવાનો નિર્ણય કર્યો છે.બશર અલ-અસદની બાથ પાર્ટી સીરિયામાં ૬૧ વર્ષથી સત્તા પર હતી. તેમના પિતા અલ-અસદ હાફેઝ ૧૯૭૧ થી ૨૦૦૦ સુધી સીરિયાના રાષ્ટ્રપતિ હતા. ૨૦૦૦ માં તેમના મૃત્યુ પછી, બશર રાષ્ટ્રપતિ બન્યા.

