Jamnagar,તા.24
જામનગર શહેર અને જિલ્લો છેલ્લા કેટલાક દિવસથી કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે, અને ઠંડીનો પારો નીચે ગગડ્યો હોવાથી કાતિલ ઠંડી પડી રહી છે.
ગઈકાલે સવારે એક દિવસ માટે ઝાકળનું પ્રમાણ 95 ટકા થઈ જતાં વાતાવરણમાં ભેજ પ્રવેશ્યો હતો, અને ભારે ઝાકળવર્ષા સાથે વહેલી તમારે ગાઢ ધુમ્મસ છવાયો હતો.
જોકે આજે તેમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ પ્રતિ કલાકના 30 કિ.મી ની ઝડપે હું કઈ રહેલા કાતિલ ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓને ધ્રુજાવ્યા છે.
ઠંડીના કારણે રાત્રિના સમયે જાહેર સ્થળોએ લોકોની પાંખી હાજરી જોવા મળે છે, અને શહેરના મુખ્ય માર્ગો પણ સુમસામ જોવા મળી રહ્યા છે. હવામાન ખાતા દ્વારા હજુ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાયા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 12.8 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 25 ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 25 થી 30 કિ.મી ની ઝડપે રહી હતી.