Morbi તા.૨૪
શહેરની મહાવીરનગર સોસાયટીમાં એક ઇસમેં આધેડને માર મારી છરી વડે ઘા કરી ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મહાવીરનગર કામધેનું પાછળ રહેતા બાબુભાઈ ભગવાનજીભાઈ પરમાર (ઉ.વ.૪૫) આરોપી લાલજી શાંતિભાઈ પરમાર રહે વજેપર શેરી નં ૧૧ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીનો દીકરો આરોપીના સાસુ લખમીબેનના ઘરે ઉલીયા બનાવવા જતો હોવાથી આરોપી લાલજી પરમારને અરુ નહિ લાગતા બાબુભાઈના ઘરે જઈને ડાબા પગના સાથળના ભાગે છરી વડે ઘા કરી ઈજા પહોંચાડી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે