Ahmedabad,તા.૨૪
૬૦૦૦ કરોડના કૌભાંડી બીઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલની મુશ્કેલીઓમાં વધારો થયો છે, ભુપેન્દ્ર સિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ હાઇકોર્ટે તેમને રાહત આપી નથી અને તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. અગાઉ ભુપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજીને ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી, ત્યાર બાદ ભુપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતાં.
૬૦૦૦ કરોડના કૌભાંડના સામનો કરી રહેલા બીઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, ૬૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવતા બીઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, ત્યારે સુનાવણી દરમિયાન ગ્રામ્ય કોર્ટે સીબીઆઇ ક્રાઈમને સવાલ કર્યો હતો ૬ હજાર કરોડનો આંકડો ક્યાંથી આવ્યો ? આ સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં કહ્યું કે, અત્યાર સુધી બીઝેડ કૌભાંડમાં ૩૦૭ કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે, આ સાંભળી કોર્ટે સવાલ કર્યો કે ૬ હજાર કરોડનો આંકડો ક્યાંથી આવ્યો ? આના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે” હજુ તો પ્રાથમિક તપાસ ચાલુ છે આ તપાસ દરમિયાન ૩૦૭ કરોડના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે”.
આ મામલે ગાંધીનગર સીઆઇડી ટીમ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બીઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને ૬૦૦૦ કરોડનો કૌભાંડ આચાર્યું હતું. ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે બીઝેડના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા કોઈપણ પ્રકારના લાયસન્સ ધરાવતા નથી. ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાધીરનારનું જ એક માત્ર લાયસન્સ છે .આ લાયસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે.