Vadodara,તા.૨૫
ગુજરાતમાંથી નશાનો કારોબાર મળવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ બાદ વડોદરામાંથી પણ હાઈબ્રીડ ગાંજો પકડાયો છે. લાખો રુપિયાના હાઇબ્રીડ ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જે પહેલા પણ નશાના વેપારમાં ઝડપાઇ ચુક્યો છે.
વડોદરામાંથી પહેલી વાર હાઈબ્રીડ ગાંજાની હેરાફેરી થતી ફકડાઇ છે. ૨૨ લાખના હાઈબ્રીડ ગાંજા સાથે ૨૦ વર્ષીય આરોપી આદીબની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી ૭૩૪ ગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. ગાંજાના સપ્લાયના વિદેશ કનેક્શનની આશંકા છે.
મળતી માહિતી મુજબ આરોપીના પિતા પણ આ જ ગુનાખોરીના નેટવર્કમાં સંડોવાયેલા છે. પોલીસે આરોપીના ફરાર પિતાને પકડવા ચક્રો કર્યા ગતિમાન કર્યા છે. પહેલા પણ ફરાર પિતા ૫ કિલો ગાંજા સાથે પકડાયા હતા. તો વર્ષ ૨૦૨૦ માં પણ આરોપી ગાંજા સાથે પકડાયો હતો. જેમાં પણ આદીબની અટકાયત કરવામાં આવી હતી.