મરાઠીની સાથે હિન્દી નાટકો અને ફિલ્મોમાં પણ સુહાસિની મુલે કામ કરી ચૂકી છે
Mumbai, તા.૨૫
જબ પ્યાર કિયા તો ડરના ક્યા…. આ ગીતના શબ્દોને સાચા કરી દેખાડ્યા છે સિહાસિની મુલેએ. તેણે ૬૦ વર્ષની ઉંમર સુધી લગ્ન કર્યા નહીં, પણ બાદમાં ફેસબુક પર તેને વન એન્ડ ઓન્લી મળી ગયા. તેણે લોકો શું વિચારશે, શું કહેશે, તેના વિશે વિચાર્યું નહીં અને ૬૦ વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા. તેમના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.તાજેતરમાં ૭૪ વર્ષની વયે એક ખાસ મુલાકાતમાં તેમને પોતી યાદો વાગોળી હતી.તેમણે પોતાની લવ સ્ટોરી જણાવી હતી. તેમણે કહ્યું કે, “મારા હસબન્ડ સાથે મુલાકાત ફેસબુક પર થઈ હતી. મને સોશિયલ મીડિયા ચલાવવું સારુ નથી લાગતું પણ એક દોસ્તે મને અકાઉન્ટ બનાવવાની સલાહ આપી.” અહીંથી સુહાસિની મુલેની ફેસબુક પર એન્ટ્રી થઈ.ફેસબુક પર તેની મુલાકાત અતુલ ગુર્ટૂ સાથે થઈ. તે ભૌતિક વિજ્ઞાની છે. એક્ટ્રેસે કહ્યું કે, “મને વિજ્ઞાનમાં કોઈ રસ નથી. છતાં મને તેમના પ્રત્યે લગાવ થઈ ગયો.” અહીંથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. એક દિવસ અતુલ ગુર્ટૂએ મને પૂછ્યું કે શું આપનો મોબાઈલ નંબર મળી શકે. એક્ટ્રેસે રિપ્લાઈમાં લખ્યું કે “સારી છોકરીઓ અજાણ્યા લોકો સાથે મોબાઈલ પર વાત નથી કરતી.ધીમે ધીમે સુહાસિની મુલે અને અતુલ ગુર્ટૂનો સંબંધ ગાઢ થતો ગયો અને તેમણે તમામ સવાલ જવાબ બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન એક્ટ્રેસના મનમાં કેટલાય સવાલો હતા. પણ અંતે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. ૨૦૧૧માં ૧૬ જાન્યુઆરીના દિવસે બંનેએ લગ્ન કરી લીધા. એક બીજાને મળ્યાના ૧.૫ મહિના બાદ બંનેએ લગ્ન કર્યા. હવે અભિનેત્રી ૭૪ વર્ષની થઈ ગઈ છે. સુહાસિનીએ ઈન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે, તેને અને અતુલને એકસાથે લગ્નવાલા અંદાજમાં જોઈ પંડિતજી પણ ચોંકી ગયા હતા.મરાઠીની સાથે હિન્દી નાટકો અને ફિલ્મોમાં પણ સુહાસિની મુલે કામ કરી ચૂકી છે. ‘દિલ ચાહતા હૈ’ અને ‘હૂ-તૂ-તૂ’ માટે તેમને નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ‘લગાન’ મૂવીમાં એક્ટ્રેસ આમિર ખાનની માના રોલમાં હતા. લોકો તેમની એક્ટિંગને ખૂબ જ પસંદ કરતા.