ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચના સમય ભારતીય સમય અનુસાર ટોસ સવારે ૪.૩૦ કલાક હશે
Melbourne તા.૨૫
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ ડ્રામા અને એક્શનથી ભરપૂર હોવાની અપેક્ષા હતી. આ પ્રથમ ત્રણ મેચમાં જોવા મળ્યું છે અને મેલબોર્નમાં યોજાનારી ચોથી મેચમાં તેમાં વધુ વધારો થવાની આશા છે. જસપ્રીત બુમરાહના મેચ-વિનિંગ સ્પેલ અને કેએલ રાહુલે તેના ટીકાકારોના મોઢા બંધ કરી દીધો તો બીજી તરફ ટ્રાવિસ હેડે ભારતીય ખેલાડીઓને તોડી નાંખ્યા એટલું જ નહીં મોહમ્મદ સિરાજ સાથે તેનો વિવાદ જેવી હાઇવોલ્ટેજ ડ્રામા અત્યાર સુધીની ૩ સિરીઝમાં જોવા મળી છે.
ત્યારે હજુ બે ટેસ્ટ મેચ બાકી છે. આવી સ્થિતિમાં સિરીઝના છેલ્લા તબક્કામાં વધુ ડ્રામા જોવા મળી શકે છે. ભારતે પર્થમાં પ્રથમ ટેસ્ટ જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં બીજી ટેસ્ટ જીતીને સિરીઝમાં વાપસી કરી છે. બ્રિસ્બેનમાં ત્રીજી મેચ ડ્રો રહી હતી. હવે ચોથી મેચ વધુ રોમાંચક બની શકે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૨૬ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન રમાશે. ઑસ્ટ્રેલિયામાં અલગ-અલગ ટાઈમ ઝોનને કારણે દરેક શહેરના સમયમાં થોડો તફાવત છે. આ કારણે અલગ-અલગ શહેરોમાં મેચનો સમય પણ અલગ-અલગ હોય છે. પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ સવારે ૭.૫૦ વાગ્યે શરૂ થઈ હતી. એડિલેડમાં સવારે ૯.૩૦ કલાકે ડે-નાઈટ ટેસ્ટ મેચ શરૂ થઈ હતી. બ્રિસ્બેનમાં ત્રીજી મેચ દરમિયાન, દિવસની રમતનો સમય સવારે ૫ઃ૫૦ હતો. હવે મેલબોર્નમાં પણ મેચનો સમય બદલાઈ ગયો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચના સમય ભારતીય સમય અનુસાર ટોસ સવારે ૪.૩૦ કલાક હશે. જ્યારે મેચ વહેલી સવારે ૫ વાગ્યે શરૂ થશે.
બોક્સિંગ ડે ટેસ્ટનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. તે ડિઝની પ્લસ હોટસ્ટાર વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. મેચનું દૂરદર્શન સ્પોર્ટ્સ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. સ્ટાર સ્પોર્ટ્સના બંને પ્લેટફોર્મ પર ફેન્સ ફ્રીમાં મેચ જોઈ શકશે નહીં. ડીડી ફ્રી ડીશ ધરાવતા દર્શકો ડીડી સ્પોર્ટ્સ પર આ મેચ ફ્રીમાં જોઈ શકે છે.