Vadodara ,તા.૨૫
ગુજરાતમાં કોઈ સરકારી સંસ્થાએ દેવાળું ફૂંક્યું હોય તે નવી વાત નથી. આ પહેલા પણ અનેક સરકારી સંસ્થાઓ, સરકારી ઓફિસો દેવાળું ફૂંકી ચૂકી છે. કેટલીક નગરપાલિકાઓ પણ દેવાળું ફૂંકવા સુધી પહોંચી ગઈ હતી. હવે વડોદરાની એસજી હોસ્પિટલે દેવાળું ફૂંક્યું છે. એક દવાના વેપારીના કરોડો રૂપિયા હોસ્પિટલે હજુ ચૂકવ્યા નથી.
જીજીય્ હોસ્પિટલને દવાના વેપારીને ૧૩ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું સામે આવ્યું છે. જે દવાનું ચૂકવણું કરવાનું બાકી છે તે દવાઓ વર્ષ ૨૦૨૪માં જ ખરીદેલી છે. ગ્રાન્ટના અભાવે કરોડો રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું ઈન્ચાર્જ ઇર્સ્ં જાગૃતિ ચૌધરીનું કહેવું છે. વારંવાર જીજીય્ હોસ્પિટલ તંત્ર સરકાર પાસે ગ્રાન્ટની માંગ કરે છે પરંતુ ગ્રાન્ટના અભાવે કરોડો રૂપિયા ચડ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર તરફથી દવા ન આવતા દર્દીઓની સુરક્ષાને ધ્યાને રાખીને ખાનગી વેન્ડર પાસેથી દવા ખરીદવી પડે છે.