Jamnagarતા. 26
જામનગર મા આસામી એ બેંક પાસે થી લોન મેળવી તેની પરત ચૂકવણી ન કરતા બેંક દ્વારા ચઢત રકમનો ચેક મેળવાયો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા અદાલત મા ફરિયાદ કરવા મા આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ને બે વર્ષ ની કેદ અને ચેક ની રકમ મુજબ નાં દંડ નો આદેશ કર્યો છે.
જામનગરના બાઈની વાડી વિસ્તારમાં રહેતા અને સેન્ટીંગનું કામ કરતા મોહનભાઈ રામજીભાઈ રાઠોડે રૂ.ર લાખ ૬૦ હજાર ની આઈડીબીઆઈ બેંક પાસેnથી લોન મેળવી હતી. લોનની પરત ચૂકવણી માટે ૬૦ હપ્તા નક્કી કરવામાં આવ્યા હતા. તે હપ્તા નિયમિત રીતે ભરપાઈ કરવામાં નહી આવતા તેની રકમ ચઢત થઈ હતી અને તેની ચૂકવણી માટે રૂ.૧,૩૧,૮૭૮ નો ચેક આપવામાં આવ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા બેંક દ્વારા કોર્ટ માં ફરિયાદ કરવામાં આવી હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મોહનભાઈ રામજીભાઈ રાઠોડને તક્સીરવાન ઠરાવી બે વર્ષ ની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ચાર મહિનાની સજા આપવામાં આવી છે. બેંક તરફથી વકીલ ગૌરવ પંડયા રોકાયા હતા.