Morbi તા.26
મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા કરસનભાઈ પ્રાગજીભાઈ સોલંકી (86) ગત તા. 22/12 ના રોજ સવારે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી એકટીવા લઈને જઈ રહ્યા હતા ત્યારે રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણી કારના ચાલકે તેઓના એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને કરસનભાઈ સોલંકીને વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા કરસનભાઈ સોલંકીનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા આ બનાવની વધુ તપાસ ફિરોઝભાઈ સુમરા ચલાવી રહ્યા છે.
સગીરા સારવારમાં
હળવદ તાલુકાના માથક ગામે રહેતા આરતીબેન મુકેશભાઈ કોળી (17) નામની સગીરા બાઈકમાં ગીડચ ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના રવાપર ઘુનડા ઉપર રહેતા પ્રજ્ઞેશ રમેશભાઈ પટેલ (32) નામના યુવાનને મોરબીના જૂના ઘુટુ રોડ ઉપર આવેલ જીલટોપ સીરામીક કારખાના સામે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ફિનાઇલ પી લેતા
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ભરતભાઈ વાજા (20) નામનો યુવાનો કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ફીનાઇલ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દાઝી જતાં
મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે આવેલ બાથકો સેનેટરી વેરમાં રહેતા પરિવારની સંધ્યાકુમારી સુરેશભાઈ મહાતુ (12) નામની બાળકીનો પગ લપસતા ગરમ પાણીની ડોલ માથે પડી હતી. જેથી કરીને બાળકી દાજી જતા તેને સારવાર માટે લઈ ગયા હતા અને બાદમાં મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.