Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: 8 મહિના પહેલા લગ્ન કરનાર પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    October 14, 2025

    Surat માં માતા-પિતાએ દિકરીને ભૂઈમા બનાવી રૂપિયા બનાવવાનું સાધન બનાવ્યું

    October 14, 2025

    India માં હૃદયરોગ અને ફેફસાની બીમારીથી સૌથી વધુ મોત

    October 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: 8 મહિના પહેલા લગ્ન કરનાર પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
    • Surat માં માતા-પિતાએ દિકરીને ભૂઈમા બનાવી રૂપિયા બનાવવાનું સાધન બનાવ્યું
    • India માં હૃદયરોગ અને ફેફસાની બીમારીથી સૌથી વધુ મોત
    • Madhavpur માં ઠેર-ઠેર સ્થળે વીજ પાવર ચોરી : પીજીવીસીએલ તંત્ર નિંદ્રાધીન
    • Gir Somnath તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી
    • Junagadh કેશોદમાં આપ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન
    • Junagadh બોલેરો હડફેટે બાઈક સવાર વૃધ્ધનું મોત
    • Junagadh નીચલા દાતારમાં બંધ મકાનનું તાળુ તોડી રૂા.35 હજારની મત્તાની ચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૪૮૮૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૪૮૮૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૮.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૪૧ સામે ૮૧૯૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૭૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૮૬૭ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૦૧૩ સામે ૨૫૦૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૩૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૩૬  પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો માહોલ યથાવત્ જોવા મળી રહી છે. સેન્સેક્સ પહેલીવાર ૮૨૦૦૦ની સપાટી ક્રોસ કરીને નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. આજે શેરબજારની શરૂઆતમાં જ સેન્સેક્સ ૮૨૧૨૯ની સપાટીને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ પહેલીવાર ૨૫૦૦૦ની સપાટીને કૂદાવી જતાં ૨૫૧૩૨ની સપાટીને સ્પર્શી ગઇ હતી.સેન્સેક્સ ૧૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૮૬૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૩૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૨ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૭૭૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.

    સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે સાર્વત્રિક ઉછાળા સાથે એનર્જી, ઓટો, હેલ્થકેર અને મીડકેપ ઈન્ડેક્સે પણ ઐતિહાસિક ટોચ નોંધાવી છે. માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ છે.અમેરિકી ફેડ રિઝર્વે સપ્ટેમ્બરમાં વ્યાજદરોમાં ઘટાડો થવાનો સંકેત આપી ડોવિશ વલણ અપનાવ્યું હોવાની જાહેરાત કરતાં જ ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો છે. ડોલર ઈન્ડેક્સ અને ૧૦વર્ષની યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો નોંધાવાની સાથે એશિયન અને યુરોપિયન બજારમાં પણ સુધારાનું વલણ જોવા મળ્યું હતું.

    આજના ટોપ ગેઇનર્સ આજે,રિલાયન્સ લીમીટેડ,ગોદરેજ કન્ઝ્યુમર,લ્યુપીન,એક્સીસ બેન્ક,ટોરેન્ટ ફાર્મા,અદાણી એન્ટર.,ટીવીએસ મોટર્સ,બાટા ઇન્ડિયા,બાલક્રિષ્ણ ઇન્ડસ્ટ્રીઝ,મુથૂત ફાઈનાન્સ,અદાણી પોર્ટસ જેવા શેરોમાં ઉછાળો જોવા મળીયો હતો.

    ટોપ લૂઝર વિશે વાત કરીએ તો,એસીસી લીમીટેડ,ટાટા મોટર્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લાર્સેન,કોલ્પાલ,ટાટા કન્ઝ્યુમર,હેવેલ્લ્સ,મહાનગર ગેસ,ટેક મહિન્દ્રા,વોલ્ટાસ,ગ્લેનમાર્ક ફાર્મા,જીન્દાલ સ્ટીલ,અંબુજા સિમેન્ટના શેરમાં પણ ઘટાડો નોંધાયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૮૩ અને વધનારની સંખ્યા ૧૫૭૭ રહી હતી,  ૮૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ચોમાસાની સારી પ્રગતિ અને કોર્પોરેટ પરિણામોની સાથે વૈશ્વિક બજારોમાં મજબૂતીના પોઝિટીવ પરિબળ સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા રાત્રે વ્યાજ દર મામલે નિર્ણય પૂર્વે ભારતીય શેર બજારોમાં આજે વિક્રમી તેજી આગળ વધી હતી.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત ઉછાળે વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, લોકલ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સતત ખરીદીનું આકર્ષણ રહેતાં તેજીનો દોર આગળ વધ્યો હતો.ચોમાસું પણ કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિના જોખમ છતાં એકંદર સારૂ નીવડી રહ્યું હોઈ આર્થિક વિકાસને આગામી દિવસોમાં વેગ મળવાના પોઝિટીવ પરિબળે શેરોમાં શ્રીકાર તેજીની વર્ષા થઈ છે. કોર્પોરેટ પરિણામો પણ ઘણી કંપનીઓના સારા આવી રહ્યા હોઈ શેરોમાં ફંડોની સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ખરીદી ફરી આક્રમક બની છે.ભારતને વિકસીત બનાવવાની રોજગારીમાં વૃદ્વિ અને ગ્રામીણ અર્થતંત્ર પર ફોક્સ કરીને કૃષિ ક્ષેત્રે વિવિધ યોજનાઓ જાહેર કરી લેવાયેલા નિર્ણયો,જોગવાઈઓને સંસ્થાકીય રોકાણકારો સાથે રિટેલ ઈન્વેસ્ટરોએ પણ આવકારી ગત સપ્તાહમાં ઘટાડે મોટી ખરીદી કરી છે.કોર્પોરેટ પરિણામોમાં હવે આગામી દિવસોમાં ૨,ઓગસ્ટ ૨૦૨૪ના કેમ્સ, દાલમિયા સુગર, ગ્લેક્સો, આયોન એક્સચેન્જ ઈન્ડિયા, ટાઈટન કંપનીના જાહેર થનારા રિઝલ્ટ પર બજારની નજર રહેશે.

    તા.૦૨.૦૮.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૧.૦૮.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૦૩૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૧૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૭૯ પોઈન્ટ થી ૨૪૯૦૯ પોઈન્ટ, ૨૪૮૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૦૧.૦૮.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૭૭૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૦૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૨૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૬૭૬ પોઈન્ટ થી ૫૧૬૦૬ પોઈન્ટ, ૫૧૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૩૦૩૬ ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૯૨૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૦૬૩ થી રૂ.૩૦૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૦૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એસીસી લીમીટેડ ( ૨૫૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૭૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૪૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૫૩૪ થી રૂ.૨૫૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઓબેરોઈ રીયાલીટી ( ૧૮૫૦ ) :- રૂ.૧૮૧૮ નો પ્રથમ તેમજ રૂ.૧૮૦૮ બીજા સપોર્ટથી રેસિડેન્શિયલ એન્ડ કોમર્સિયલ પ્રોજેક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૬૮ થી રૂ.૧૮૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ઇન્ડસઇન્ડ બેંક ( ૧૪૨૬ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૫૪ થી રૂ.૧૪૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એક્સીસ બેંક ( ૧૧૭૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૫૫ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૯૪ થી રૂ.૧૨૦૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૨૮૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેસેન્જેર કાર એન્ડ યુટિલિટી વિહીક્લ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૮૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૮૦૮ થી રૂ.૨૭૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ટાટા કોમ્યુનિકેશન ( ૧૯૭૪ ) :- રૂ.૨૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૦૨૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૯૬૦ થી રૂ.૧૯૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • લ્યુપીન લીમીટેડ ( ૧૯૬૮ ) :- ફાર્માસ્યુટિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૨૦૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૯૪૪ થી રૂ.૧૯૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • કોટક બેન્ક ( ૧૮૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૩૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એચડીએફસી બેન્ક ( ૧૬૫૭ ) :- રૂ.૧૬૮૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૯૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૬૪૦ થી રૂ.૧૬૨૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

     

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    હવે UPI માં પિન દાખલ કરવાની ઝંઝટમાંથી મળી મુક્તિ

    October 14, 2025
    વ્યાપાર

    યુએસ ટેરિફ બાદ ટેક્સટાઈલ નિકાસ માટે યુરોપીયન માર્કેટમાં નવી તકો…!!

    October 14, 2025
    વ્યાપાર

    સપ્ટેમ્બર ક્વાર્ટરમાં IREDAના નફામાં ૪૧%નો ઉછાળો…!!

    October 14, 2025
    વ્યાપાર

    નેટ ડાયરેક્ટ ટેક્સ વસુલાત ૬% વધી રૂ.૧૧.૮૯ લાખ કરોડ પર પહોંચી…!!

    October 14, 2025
    વ્યાપાર

    બિટકોઈનમાં કડાકા બાદ રિકવરી : ફેડના વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ ક્રિપ્ટોમાં લેવાલી…!!

    October 14, 2025
    વ્યાપાર

    રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં ઘટીને ૧.૫૪%, આઠ વર્ષની નીચી સપાટીએ…!!

    October 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: 8 મહિના પહેલા લગ્ન કરનાર પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    October 14, 2025

    Surat માં માતા-પિતાએ દિકરીને ભૂઈમા બનાવી રૂપિયા બનાવવાનું સાધન બનાવ્યું

    October 14, 2025

    India માં હૃદયરોગ અને ફેફસાની બીમારીથી સૌથી વધુ મોત

    October 14, 2025

    Madhavpur માં ઠેર-ઠેર સ્થળે વીજ પાવર ચોરી : પીજીવીસીએલ તંત્ર નિંદ્રાધીન

    October 14, 2025

    Gir Somnath તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી

    October 14, 2025

    Junagadh કેશોદમાં આપ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

    October 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: 8 મહિના પહેલા લગ્ન કરનાર પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    October 14, 2025

    Surat માં માતા-પિતાએ દિકરીને ભૂઈમા બનાવી રૂપિયા બનાવવાનું સાધન બનાવ્યું

    October 14, 2025

    India માં હૃદયરોગ અને ફેફસાની બીમારીથી સૌથી વધુ મોત

    October 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.