Morbi તા.૨૬
અર્જુનનગર ગામના પાટિયા નજીક યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે કુતરું આડું ઉતરતા બાઈક સ્લીપ થયું હતું જેથી યુવાનને હાથે પગે અને માથામાં હેમરેજ જેવી ઈજા પહોંચી હતી પડધરી તાલુકાના મોવેયાના ધારના રહેવાસી શાહબાઝ રસુલ પલેજાએ બાઈક ચાલક અરબાઝ રસુલ પલેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે અરબાઝ પલેજા પોતાનું બાઈક લઈને માળિયાના અર્જુનનગર ગામના પાટિયાથી કચ્છ તરફ જતા હતા ત્યારે કુતરું આડું આવતા બ્રેક મારતા બાઈક સ્લીપ થયું હતું જે અકસ્માતમાં બાઈક ચાલક અરબાઝને મોઢાના ભાગે, હાથમાં અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી માળિયા પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે