વધુ એક વિડીયો વાયરલ થતા પોલીસની આબરૂના લીરેલીરા ઉડ્યા
Morbi તા.૨૬
મોરબી જીલ્લામાં અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ભય રહ્યો ના હોય તેમ બેફામ બની ગયા છે યુવાનો સોશ્યલ મીડિયામાં છવાઈ જવાની ઘેલછામાં બાઈક સ્ટંટ કરતા વિડીયો અવારનવાર બનાવતા રહે છે આવો જ વધુ એક વિડીયો માળિયા પંથકનો વાયરલ થયો છે
મોરબી જીલ્લા પોલીસ ટ્રાફિક ડ્રાઈવ સહિતના નાટકો કરી સબ સલામત હોવાના દાવા કરતી રહે છે પરંતુ પોલીસની આબરૂના લીરેલીરા ઉડાવતા સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતા જોવા મળે છે તાજેતરમાં એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ તઃયો છે જેમાં માળિયાના ખાખરેચી રોડ પર બાઈક સ્ટંટ કરતો યુવાન જોવા મળે છે જોખમી સ્ટંટ કરી યુવાન પોતાની સાથે અન્યની જિંદગીને પણ જોખમમાં મૂકી રહ્યો છે મોરબી જીલ્લામાં અવારનવાર આવા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે પોલીસ કડક કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે