Morbi,તા.27
ઠંડીનું જોર વધતા જ તસ્કરો સક્રિય બન્યા છે માળિયા પંથકમાં આખી ગેંગ ઉતરી આવી હોય તેમ નાના દહીંસરા ગામે એક સાથે સાત જેટલા મકાનને નિશાન બનાવતા નાના એવા ગામમાં ભયનું લખલખું પસાર થઇ ગયું છે
બનાવની ગ્રામજનો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ નાના દહીંસરા ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો ગત રાત્રીના એક સાથે સાત જેટલા બંધ મકાનને નિશાન બનાવ્યા હતા બંધ મકાનના તાળા તોડી નાની મોટી ચીજવસ્તુની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા મોટાભાગના મકાનના માલિક મોરબી રહેતા હોવાથી મકાન બંધ હાલતમાં હતા જે સ્થિતિનો લાભ ઉઠાવી તસ્કર ટોળકીએ તરખાટ મચાવી દીધો હતો તસ્કરોના ધામાથી ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે શિયાળાની ઋતુમાં ચોરીની ઘટનાઓમાં વધારો થતો હોય છે ત્યારે પોલીસ વધુ સક્રિય બની નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માંગ ઉઠી રહી છે