Mehsana,તા.૨૭
૬૦૦૦ કરોડના BZ કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને CIDક્રાઇમે મહેસાણા – વિસનગરથી ધરપકડ કરી છે. રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હોવાથી લોકલ સૂત્રો દ્વારા પોલીસને મળી સફળતા, હાઇકોર્ટએ આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ ભૂપેન્દ્રસિંહ ભૂગર્ભમાં હતો.
CIDની તપાસમાં સામે આવ્યું છે કે ભૂપેન્દ્રસિંહની ૪ કંપનીઓમાં લોકોએ ૩૬૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેણે રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ વળતર આપવાનું લોભામણું લાલચ આપી લોકોને છેતર્યા હતા.
માત્ર એક બ્રાન્ચમાંથી ૫૨ કરોડ રૂપિયાની રોકડ વ્યવહાર થયા હતા. ભૂપેન્દ્રસિંહે આંગડિયા પેઢી મારફતે કરોડો રૂપિયા હવાલા કર્યા હતા. CIDએ ભૂપેન્દ્રસિંહની ૧૦ કરોડથી વધુની કિંમતની મિલકતો અને વૈભવી ગાડીઓ જપ્ત કરી છે. ભૂપેન્દ્રસિંહે રાજકારણીઓ સાથે સંબંધો જાળવી રાખીને લોકોનો વિશ્વાસ જીત્યો હતો અને અનેક અધિકારીઓએ પણ તેની કંપનીમાં રોકાણ કર્યું હતું. તપાસ મુજબ ભૂપેન્દ્ર ઝાલાએ પોતાની કંપનીની સાથે સંલગ્ન વિવિધ પ્લાન્ટ અને ફેક્ટરીઓના નકલી ખાતા અને દસ્તાવેજો તૈયાર કરીને લાખો રૂપિયાની લોકોને છેતરપિંડી લગાવવાનું શરૂ કર્યું હતું. ઝાલાની ધરપકડથી વધુ ખુલાસા થવાની સંભાવના છે.