Rajula,તા.28
જાફરાબાદ ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન દ્વારા બાઇક રેલી યોજી જેતપુરની ડાઇગ પ્રિન્ટીંગ ઉઘોગના દરીયામા કેમિકલ યુક્ત પાણીના નિકાલ માટે ડીપ સી. ડીસપોઝલ પાઇપ લાઇન પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યું હતુ. જેમા જણાવેલ કે, હાલમાં સરકાર દ્વારા જેતપુર સાડી ઉદ્યોગનું કેમીકલ યુક્ત પાણી પોરબંદરના દરીયામા છોડવા માટે જેતપુર થી પાઈપલાઈન દ્વારા પોરબંદર સુધી લાવી અને દરિયામાં ઠાલવવામાં આવનાર છે.જેને લઇ ગુજરાતભરના માછીમારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ કમીકલના કારણે ફક્ત પોરબંદરના માછીમારોને નુકસાન સાથે આખા ગુજરાતના માછીમારોને નુકસાન થવાનું છે. ઉપરાંત અમદાવાદનું કેમીકલ યુક્ત પાણી ખંભાતના અખાતમાં ઠાલવવામાં આવનાર છે. એકબાજુ દરિયામાં માછલીનું પ્રમાણ પણ ઓછું થતું જાય છે. જેથી જો દરીયામા આ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે તો માછલીઓ નાબૂદ થઈ જશે અને માછીમાર ભાઈઓને રોજીરોટી પર આર્થીક અસર પડશે જેથી લાખો માછીમારો બેરોજગાર બનશે. ગુજરાત હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુલને ફેક્ટરીઓ દ્વારા ભાદર નદી તથા અમદાવાદની સાબરમતી નદીમાં કેમીકલ યુક્ત પાણી નાખવાનું બંધ કરવાનો આદેશ કર્યા પછી સરકાર દ્રારા ઔદ્યોગિક કંપનીઓને આ કેમીકલ યુક્ત પાણી પ્રોપર ટ્રીટ કરી રીયુઝનાં આદેશ કરવાના બદલે આ કેમીકલ વેસ્ટ રાજ્યના સમુદ્રમાં નાખવા “ડીપ સી ડીસ્પોઝલ પાઈપ લાઈન પ્રોજેક્ટની પરવાનગી અપાતા રાજ્યનાં માછીમાર પરિવારોની આજીવિકા સાથે સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિનો અસ્તિત્વ ઉપર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. જેતપુર ખાતે 2000 ઉપરાંત ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ ઉદ્યોગ ફેકટરીઓ આવેલ છે. આ તમામ ફેક્ટરીઓનાં કેમીકલ વેસ્ટ સમુદ્રમાં જતા સમગ્ર રાજ્યનો કાંઠા વિસ્તાર મત્સ્ય વિહોણો બની જશે તેમજ ખોરાકમાં ઉપયોગમાં લેવાતી માછલીઓ આ કેમીકલ વેસ્ટથી પ્રભાવિત થતા લાખો પરિવારો ભયંકર અસાધ્ય રોગોનાં પણ શિકાર બની શકે છે. ઉપરાંત જેતપુરથી પોરબંદર સુધી ઉપલેકટા, માણાવદર, કુતીયાણા વિસ્તારનાં ખેડૂતોની જમીનમાં નાખવામાં આવનાર જમીની પાઈપ લાઈન જો ક્યાંય પણ લીકેજ થતા ખેડૂતોની જમીન પણ ઝેરી કેમીકલ યુક્ત બની શકે છે. તેમજ ભૂતકાળમાં અમેરીકા જેવા દેશોએ આપણા દરિયાઈ પાણીની ગુણવત્ત્વની ખામીને લઈને ગુજરાતની દરિયાઈ સીમામાં જોવા મળતા કાચબા પર માઠી અસરને ધ્યાને રાખી રાજ્યમાંથી એકસપોર્ટ થતી મરીન પ્રોડકટ પર પ્રતિબંધ લગાડવાવામાં આવેલ હતો. ત્યારે હવે સરકાર દ્વારા રાજ્યનાં માછીમારો, મત્સ્યોદ્યોગના અસ્તિત્વ અને કાંઠા વિસ્તારના લોકોના આરોગ્ય સામે ખતરારૂપ “ડીય સી ડોક્ષ્પોઝલ પાઈપ લાઈન પ્રોજેકટ તાત્કાલીક અસરથી રદ કરવાની માંગ સાથે મોટી જાફરાબાદ બંદરના તમામ માછીમારો એકઠા થઈ બાઇક રેલી યોજી જાફરાબાદ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું. આ તકે જાફરાબાદ માછીમાર ખારવા સમાજ બોટ એસોસિએશન પ્રમુખ કનૈયાલાલ સોલંકી, ભગુભાઇ સોલંકી, નારણભાઇ ભાલીયા, સંતોષભાઇ સોલંકી, હમીરભાઇ સોલંકી, રફીકભાઇ રાઠોડ, ખોડાભાઇ બાંભણીયા, રામભાઇ સોલંકી સહિત મોટી સંખ્યામા માછીમારો ઉપસ્થિત રહ્યા હતાં
Trending
- Dwarka માં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર
- પહેલીવાર Aamir Khan and Rajinikanth કુલીમાં સાથે જોવા મળવાનાં છે
- Mimi Chakraborty સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ડોનાની ભૂમિકા ભજવી શકે?
- Robotની મદદથી કરવામાં આવી પ્રથમ સિમેન્ટલેસ સર્જરી
- Amarnath Yatra ની પાંચ બસો વચ્ચે ટકકર : 36 યાત્રાળુઓ ઘાયલ
- 20 વર્ષ બાદ Uddhav and Raj Thackeray એક મંચ પર
- Anita Hassanandani એ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી,હું સાઇન ઓફ કરી રહી છું
- Allu Arjun and Deepika Padukone ની જોડી જોવા મળશે. તેઓ ’રાવણમ’
Related Posts
Add A Comment