Morbi,તા.28
મોરબી તાલુકાના પીપળી ગામે પોલીસે રેડ કરી મકાનમાંથી દારૂની ૩૬ બોટલ સાથે એક ઈસમને ઝડપી લીધો હતો જયારે અન્ય બે આરોપીના નામો ખુલ્યા હતા જે આરોપીના નામ ખુલ્યા તે પૈકી એક ઇસમના ઘરે પોલીસે રેડ કરતા દારૂની ૪૯૬ બોટલ મળી આવતા પોલીસે મુદામાલ કબજે લીધો હતો
મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે પીપળી રોડ પર માનસધામ સોસાયટી પાછળ સાનિધ્ય પાર્ક સોસાયટીમાં રહેતા આરોપી પીરાભાઇ જોધાભાઇ બોહકીયાના મકાનમાં રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી દારૂની ૩૬ બોટલ કીમત રૂ ૩૬૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી અશોક ભાવભી સોલંકીને ઝડપી લીધો હતો જયારે આરોપી પીરાભાઇ બોહ્કીયા અને મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાનું નામ ખુલ્યું હતું
જેને પગલે એલસીબી ટીમે પીપળી રોડ પર ગજાનંદ સોસાયટીમાં રહેતા આરોપી મહાવીરસિંહ વાઘેલાના મકાન બાજુના બંધ મકાનમાં રેડ કરી હતી જ્યાંથી દારૂની ૪૯૬ બોટલ કીમત રૂ ૪૯,૬૦૦ નો મુદામાલ જપ્ત કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે