Morbi તા.30
સામખીયારીના ૪૫ વર્ષીય સગર્ભા મહિલા અમદાવાદ સારવાર બાદ પરત ફરતા હતા ત્યારે શ્વાસમાં તકલીફ થઇ હતી અને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં મહિલાનું મોત થયું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સામખીયારી પાશ્વનાથ રેસીડેન્ટમાં રહેતા ગોમતીબેન રણજીતભાઈ વાળા (ઉ.વ.૪૫) નામના મહિલાને પ્રેગનેન્સીનો સાતમો મહિનો ચાલતો હતો અને અમદાવાદ સારવારમાંથી પરત સામખીયારી જતા હતા ત્યારે માળિયા સુરજબારી પુલ પાસે પહોંચતા કોઈ કારણોસર શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે સામખીયારી બાદ વધુ સારવાર અર્થે મોરબી ખસેડ્યા હતા જ્યાં મહિલાનું મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે