Morbi તા.30
રણછોડનગર વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે જુગારીને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા રણછોડનગર શાંતિવન સ્કૂલ પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા દેવરજ હરેશ ચાવડા અને જાવેદ ઇકબાલ મોવર એમ બે ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૪૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે