Morbi તા.30
૩૧ ડીસેમ્બર નિમિતે ગેરકાયદે દારૂની પ્રવૃતિઓ અંકુશમાં લેવા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયું હતું જે અંતર્ગત એલસીબી ટીમે શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રેડ કરી પડતર બંધ મકાનમાંથી દારૂની ૭૩૪ બોટલનો જથ્થો જપ્ત કર્યો છે
મોરબી એલસીબી ટીમ પ્રોહીબીશન અને જુગારની પ્રવૃતિઓ નાબુદ કરવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવલખી રોડ પર શ્રદ્ધા પાર્ક શેરી નં ૦૪ માં રહેતા આરોપી અંકિત અરુણ રાઠોડના મકાનની એક માં છોડી છેલ્લે આવેલ પડતર બંધ મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં પડતર બંધ મકાનમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી બોટલ નંગ ૭૩૪ કીમત રૂ ૧,૫૫,૬૦૮ ની કિમતનો મુદામાલ કબજે લીધો છે રેડ દરમિયાન આરોપી અંકિત રાઠોડ હાજર મળી આવ્યો ના હતો જેથી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે