સન્ની દેઓલ અને અમીષા પટેલની ‘ગદ્દર ૨’ ને ધારી પણ નહોતી એવી સફળતા મળી, સન્ની દેઓલનો યુગ જાણે ફરી શરૂ થઈ ગયો
Mumbai, તા.૩૦
સન્ની દેઓલ અને અમીષા પટેલની ‘ગદ્દર ૨’ ને ધારી પણ નહોતી એવી સફળતા મળી, સન્ની દેઓલનો યુગ જાણે ફરી શરૂ થઈ ગયો. આ ફિલ્મોમાં મૂળ વાત ભારત-પાકિસ્તાનના પ્રેમીઓ તારાસિંગ અને સકીનાની છે. ત્યારે સિક્વલમાં પોતાના મોટી ઉંમરના રોલ અંગે અમીષા પટેલ રાજી નહોતી. તેના તાજેતરના નિવેદને ચર્ચાઓને પ્રોત્સાહન આપ્યું હોય એવી સ્થિતિ થઈ છે.આ અંગે થોડાં દિવસ પહેલાં ફિલ્મના ડિરેક્ટર અનીલ શર્માએ કહ્યું હતું કે અમીષા પટેલને આ રોલ કરવામાં થોડી મુંઝવણ અને ખચકાટ હતાં. અમીષાએ કહ્યું હતું કે તેને પહેલા ભાગની યુવાન અમીષાને જ બનવું ગમશે, તે જિતેની મા બની શકે પણ ૧૦૦ કરોડ ફી આપો તો પણ સાસુનું ઘરડું પાત્ર ન ભજવી શકે. ત્યારે હવે અમીષાએ એક્સ પર કેટલીક ટ્વીટમાં પોતાનો જવાબ આપ્યો છે. તેણે લખ્યું,“અનિલ શર્મા, આ માત્ર એક ફિલ્મ છે, કોઈ પરિવારની વાસ્તવિકતા નથી. પડદા પર હું શું કરવા માગુ છું અને શું નહીં તે હું નક્કી કરી જ શકું. મને તમારા પ્રત્યે ઘણું માન છે, પરંતુ હું ગદ્દરમં કે કોઈ પણ બીજી ફિલ્મમાં સાસુનો રોલ ક્યારેય નહીં કરું, તમે ૧૦૦ કરોડની ઓફર કરો તો પણ.” અમીષાએ આગળ લખ્યું, “જેમ તમે જાણો છો, મેં રદ્દર ૨માં માતાનો રોલ કર્યો કારણ કે ૨૩ વર્ષ પહેલાં મેં પહેલી ગદ્દરમાં એ કરવાનું પસંદ કર્યું હતું. મને આ ફિલ્મનું ગૌરવ છે અને હંમેશા રહેશે. પરંતુ આ જીવનમાં, હું સાસુનો રોલ કરું એના કરતાં હું ઘેર આરામ કરવાનું પસંદ કરીશ.મને જીતેની મા બનવાનું ગૌરવ છે પરંતુ એ ત્યાં જ પૂરું થઈ જાય છે અને એ પણ માત્ર ગદ્દર બ્રાન્ડ માટે જ. જો તમે મને ૧૦૦ કરોડ ઓફર કરો તો પણ સાસુ તરીકે તો ક્યારેય નહીં જ. મને તમારા માટે બહુ જ માન છે અનિલ જી અને તમે મારા પરિવારના સભ્ય જેવા છો પરંતુ મહેરબાની કરીને આ વિચારધારા પર પણ એક વખત ધ્યાન આપો.”પોતાના રોલ વિશે અમીષાએ આગળ લખ્યું, “હું ખુશ છું કે શ્રી નિતિન કેન્નીએ સકીના – તારાની પત્ની અને જિતેની માના રોલ માટે મને પસંદ કરી. મારા માટે હંમેશા ગદ્દર બ્રાન્ડ અમારા ત્રણની જ રહેશે. હું શું કરું? હું એક સંવેદનશીલ માતા છું.”“બાજું, દર્શકોને પણ તારા અને સકીનાને સાસુ અને સસરા તરીકે જોવામાં કોઈ રસ નથી. એમને તો એમનો તારા હિરો અને સુપર હિરો તરીકે ગમે છે અને મને પણ. તમને બધાને વનવાસની શુભેચ્છાઓ. હંમેશા ચમકતા રહો. તમારા માટે આ મહત્વનો દિવસ છે અને હું તમારા શ્રેષ્ઠ માટે પ્રાર્થના કરીશ.”