Melbourne,તા.31
કેટલી અદ્ભુત ટેસ્ટ મેચ હતી, જેનો ભાગ બનીને આનંદ થયો. અમે ખુબ જ જ ખુશ છીએ અને ચેન્જિંગ રૂમ પણ ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે માર્નસે મને બીજી ઇનિંગ્સ માટે ખૂબ મદદ કરી હતી, ખરેખર ક્યારેય ખબર ન હતી કે અમે મેચ ખૂબ જલ્દી જીતી જશું, સદભાગ્યે અમે મેચ જીતી લીધો છે.
પ્રથમ દાવ માટે સ્મિથ તરફથી ઘણો ફાયદો મળ્યો. પ્રથમ દાવમાં 400થી વધુનો સ્કોર કરવો એ અમારા માટે ગેમ ચેન્જર સાબિત થયું. અમે પ્રથમ સત્રમાં સારી બોલિંગ કરી અને 3/30નો સ્કોર કર્યો હતો. ભારતીય ટીમે મધ્ય સત્રમાં સારી બેટિંગ કરી હતી પણ મોટા લક્ષ્યનો પીછો કરવો તેમનાં માટે સરળ ન રહ્યો.
હું કોચને તેનો શ્રેય આપું છું, અમે ઓવર-રેટમાં પણ પાછળ હતાં તેથી અમે વિચાર્યું કે ચાલો ટ્રેવિસને એક મોકો આપીએ અને તેને સફળતા મળી હતી. મેલબોર્ન સરળ વિકેટ નહોતી, તેણે બતાવ્યું કે તેનાં પર કેવી રીતે બેટિંગ કરવી. તેને તક મળી અને તેણે તેનો ફાયદો ઉઠાવ્યો અને આગળ વધ્યો. તેણે કેટલાક કેચ પણ લીધાં હતાં જે ઘણીવાર કોઈનું ધ્યાન જતું નથી. અમે જે રીતે રમ્યાં તેનાથી અમે ખરેખર ખુશ છીએ.
રોહિત શર્માએ કહ્યું :-
મેચ બાદ રોહિત શર્માએ કહ્યું, તે ખૂબ જ નિરાશાજનક છે. એવું નથી કે અમે લડાઈ છોડી દીધી હતી. અમે અંત સુધી લડવા માંગતાં હતાં અને કમનસીબે અમે તે કરી શક્યાં નહીં. માત્ર છેલ્લાં બે સત્રોનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ હશે. જો તમે આખી ટેસ્ટ મેચ પર નજર નાખો તો ભારતીય ટીમ પાસે તક હતી, પરંતુ અમે તેનો ફાયદો ઉઠાવી શક્યાં નહીં.
અમે ઓસ્ટ્રેલિયાને 90/6 સુધી મર્યાદિત રાખ્યું હતું. અમે જાણીએ છીએ કે પરિસ્થિતિઓ મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ અમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં મુશ્કેલ ક્રિકેટ રમવા માંગીએ છીએ. અમે એટલું સારું રમ્યાં ન હતાં. તેણે આગળ કહ્યું કે હું મારાં રૂમમાં પાછો ગયો અને વિચાર્યું કે અમે એક ટીમ તરીકે બીજું શું કરી શકીએ, પરંતુ અમે તે અમારું બધું આપી દીધું, પરંતુ તેઓએ સખત લડત આપી, ખાસ કરીને છેલ્લી વિકેટની ભાગીદારી, જેનાં કારણે કદાચ અમે મેચ હારી ગયાં. “
ટાર્ગેટ અંગે કેપ્ટને કહ્યું કે, અમે જાણતાં હતા કે 340 રન બનાવવાં આસાન નહીં હોય. અમે છેલ્લાં બે સત્રોમાં લયમાં આવવાનો અને વિકેટ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ પણ શાનદાર બોલિંગ કરી હતી. અમે લક્ષ્ય હાંસલ કરવા માંગતાં હતાં, પરંતુ અમે તે કરી શક્યાં નહીં. રમત જીતવાની ઘણી રીતો છે અને અમે જીતવાના રસ્તા શોધવામાં પાછળ રહી ગયાં છીએ.
નીતીશ રેડ્ડીએ પ્રથમ દાવમાં સદી ફટકારીને ટીમને 369ના સ્કોર સુધી પહોંચાડી હતી, જો તેની ઇનિંગ ન હોત તો ટીમ અંતિમ દિવસ સુધી લડત આપી શકી ન હોત. રોહિતે કહ્યું કે તે અહીં પહેલીવાર આવી રહ્યો છે, આ પરિસ્થિતિઓ ખરેખર મુશ્કેલ છે, પરંતુ તેણે શાનદાર પ્રદર્શન અને ટેકનિક પણ બતાવી. તેની પાસે આ સ્તરે સફળ થવા માટે બધું જ છે, હું તેની પાસેથી વધુ સારી અપેક્ષા રાખું છું અને તેને ટીમનો પણ સંપૂર્ણ સમર્થન છે.
જસપ્રીત બુમરાહ વિશે રોહિતે કહ્યું, એકદમ અદ્ભુત, અમે તેને ઘણાં વર્ષોથી જોઈ રહ્યાં છીએ. તે, માત્ર દેશ માટે રમવા માંગે છે અને ટીમ માટે સારું પ્રદર્શન કરવા માંગે છે, પરંતુ કમનસીબે તેને બીજી બાજુથી વધુ સમર્થન મળ્યું ન હતું.