Gandhinagar,તા.૧
કૌશિક વેકરીયાના લેટર કાંડ મામલે પાટીદાર નેતાઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. આ સમગ્ર મામલે પાટીદાર નેતા દિનેશ બામણીયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં બામણીયાએ કહ્યું હતું કે ઓફિસમાં કામ કરતી દિકરીને આરોપી બનાવી દેવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે તેને મુખ્ય સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવી દેવામાં આવી છે.
આમ આ મેટર રાજકીય બની ગઈ છે ત્યારે વરઘોડો કાઢવો ન જોઈએ. આરોપીઓ, બુટલેગરો અને રીઢા ગુનેગારોના વરઘોડા ભલે કાઢો. પરંતુ અમરેલીમાં દિકરીનો વરઘોડો કાઢવાની ઘટના નિંદનીય બની છે. ઓફિસમાં કામ કરતી દિકરીએ કોઈના કહેવાથી પત્ર ટાઈપ કર્યો હતો. ક્રિમીનલ રેકોર્ડ ન ધરાવતી દિકરીને આરોપી બનાવવાનું અતિ નિંદનીય કૃત્ય કરવામાં આવ્યું છે.
પોલીસે રી-કન્સ્ટ્રક્શનના નામે દીકરીનો વરઘોડો કાઢ્યો તે પણ નિંદનીય છે. અને તમામ આગેવાનો દિકરીના પરિવારને મળવા જઈશું, એમ બામણીયાએ કહ્યું હતું. વેકરીયાની ઓફિસમાં કામ કરતા બોસના આદેશનું જ દીકરીએ પાલન કર્યું હતું. સમાજીક આગેવાનો પરિવારની મુલાકાત લઈ અમે સરકારમાં રજૂઆત કરીશું.